રોહિત શર્માએ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. રોહિત T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. રોહિતનો આ નિર્ણય ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થાય તે પહેલાં જ આવ્યો છે.
એવા પણ સમાચાર હતા કે રોહિતને આ પ્રવાસ માટે કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવશે નહીં. રોહિતના નેતૃત્વમાં, ભારતીય ટીમને પહેલીવાર ન્યુઝીલેન્ડની ધરતી પર તેની જ ધરતી પર 3-0થી હારનો સામનો કરવો પડ્યો. બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં પણ, રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને 3-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
રોહિતે ટેસ્ટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
ટેસ્ટ ક્રિકેટમાં સતત ખરાબ પ્રદર્શન બાદ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરતા લખ્યું છે કે “નમસ્તે, હું તમારા બધા સાથે શેર કરવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.
વ્હાઈટ જર્સીમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત રહી છે. આટલા વર્ષો સુધી મને પ્રેમ અને સપોર્ટ કરવા બદલ આપ સૌનો આભાર. હું ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ.” ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રોહિતનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું. આ પ્રવાસમાં રોહિતની બેટિંગ એવરેજ ફક્ત 6 હતી.
ટેસ્ટમાં સંઘર્ષ કરી રહ્યો હતો રોહિત શર્મા
રોહિત શર્મા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યો હતો. હિટમેનના બેટમાંથી રન નહોતા આવી રહ્યા, જ્યારે તેની કેપ્ટનશીપ પર પણ પ્રશ્નાર્થ હતો. રોહિતની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ન્યુઝીલેન્ડ સામે ભારતની ધરતી પર 3-0થી હારનો સામનો કરવો પડ્યો. આ પછી, રોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કેપ્ટન અને બેટ્સમેન તરીકે પણ નિષ્ફળ ગયો. સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં, રોહિતે પણ પોતાને પ્લેઈંગ 11માંથી બહાર કરી દીધો હતો.


