જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી રહ્યું છે. હવે ભારતે પાકિસ્તાન સામે એક્શન લેતા પાકિસ્તાનની તમામ ફ્લાઈટ્સ માટે એરસ્પેસ બંધ કરી દીધું છે. એરમેનને નોટિસ એટલે કે NOTAM જાહેર કરવામાં આવ્યું છે. 30 એપ્રિલથી 23 મે સુધી NOTAM જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં રજીસ્ટર્ડ કોઈપણ વિમાન કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં.
અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા
બીજી તરફ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ફરી કહ્યું છે કે 36 કલાકમાં યુદ્ધની પુષ્ટિ થાય છે. આનાથી પણ વધુ મહત્વનું એ છે કે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે કહ્યું કે તેમને આ સમાચાર ખૂબ જ વિશ્વસનીય સુત્ર પાસેથી મળ્યા છે અને આ સુત્ર ખોટો નહીં હોય. ભારત 36 કલાકમાં આપણા પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ એમ પણ કહ્યું કે અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા, અમે ભારત સાથે વ્યવહાર કરવા માગીએ છીએ.