IPL 2025 સમાપ્ત થતાં જ ટીમ ઈન્ડિયા એક્શનમાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતનો કેપ્ટન કોણ હશે તે હજુ નક્કી થયું નથી.
આ દરમિયાન, ટીમ ઈન્ડિયાની જાહેરાતની તારીખ સામે આવી ગઈ છે. આ સાથે, નવા ટેસ્ટ કેપ્ટન વિશે પણ એક મોટું અપડેટ આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી શકે છે.
આ ટીમમાં 7 બેટ્સમેન, 2 વિકેટકીપર, 3 ઓલરાઉન્ડર, એક સ્પિનર અને 5 ઝડપી બોલર હોઈ શકે છે. શુભમન ગિલને નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવી શકે છે તેવી ચર્ચા છે. જ્યારે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને વાઈસ-કેપ્ટનનું પદ મળી શકે છે.
આ દિવસે ટીમ ઈન્ડિયાની કરવામાં આવશે જાહેરાત
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 24 મે, શનિવારના રોજ કરવામાં આવશે. આ સિવાય નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત પણ 24 મેના રોજ કરવામાં આવશે. એ જોવું રસપ્રદ રહેશે કે કેપ્ટનશીપ કોને મળે છે અને કયા ખેલાડીઓની પસંદગી થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ કરુણ નાયર ટેસ્ટ ટીમમાં પરત આવી શકે છે. આ સિવાય શ્રેયસ ઐયરને પણ તક મળશે. સાઈ સુદર્શન ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લઈ શકે છે.
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતની સંભવિત 18 સભ્યોની ટીમ – શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, કરુણ નાયર, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી,રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ
પહેલી ટેસ્ટ: 20-24 જૂન (લીડ્સ)
બીજી ટેસ્ટ મેચ- 2-6 જુલાઈ (બર્મિંગહામ)
ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ (લોર્ડ્સ)
ચોથી ટેસ્ટ મેચ- 23-27 જુલાઈ (માન્ચેસ્ટર)
પાંચમી ટેસ્ટ મેચ- 31 જુલાઈ-4 ઓગસ્ટ (ધ ઓવલ, લંડન)


