દેશમાં વ્યાપાર સપ્ટેમ્બર 2023માં $19.37 બિલિયન રહ્યો હતો
જેમાં આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો
Updated: Oct 13th, 2023
Export-Import Data: શુક્રવારના સરકારી આંકડાઓ પ્રમાણે દેશમાં આયાત અને નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે દેશને સપ્ટેમ્બર 2023ના વેપારમાં $19.37 બિલિયનનું નુકસાન જોવા મળે છે. આ આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં $24.16 બિલિયનનું નુકસાન થયું હતું.
જાણો કેવા રહ્યા આયાત અને નિકાસના આંકડા
સપ્ટેમ્બર 2023માં દેશની નિકાસ 2.6 ટકા ઘટીને $34.47 બિલિયન થઈ છે, જ્યારે ગયા વર્ષે એટલે કે સપ્ટેમ્બર 2022માં ભારતની કુલ નિકાસ $35.39 બિલિયન હતી. ભારતની આયાત પણ સપ્ટેમ્બરમાં 15 ટકા ઘટીને $53.84 બિલિયન થઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં $63.37 બિલિયન હતી.
ચાલુ નાણાકીય વર્ષના 6 મહિના દરમિયાન આયાત અને નિકાસમાં થયો ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન નિકાસ 8.77 ટકા ઘટીને 211.4 અબજ ડોલર થઈ છે. જ્યારે આ છ મહિનામાં આયાત 12.23 ટકા ઘટીને 326.98 અબજ ડોલર થઈ છે.
ગોલ્ડ ઈમ્પોર્ટમાં થયો વધારો
સોનાની આયાતમાં વર્ષે વધારો જોવા મળે છે. જયારે ગયા વર્ષે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. તે સામે સોનામાં લાગેલી ડ્યુટીના કારણે તેની આયાતમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કિંમતી સ્ટોન્સ, ચાંદી, કોલસોની આયાતમાં પણ ઘટાડો નોંધાયો હતો.
ચીનના આયાત અને નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો
સપ્ટેમ્બરમાં ચીનની નિકાસ અને આયાત બંનેમાં 6.2 ટકાનો ઘટાડો થયો છે. ચીનની આયાત અને નિકાસ સતત પાંચમા મહિને ઘટી છે. જેનું કારણ નબળી ગ્લોબલ ડિમાન્ડ છે. સપ્ટેમ્બરમાં ચીનની નિકાસ 6.2 ટકાના ઘટાડા બાદ $299.13 બિલિયન રહી હતી. તે જ સમયે, આયાતમાં 6.2 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે $221.43 બિલિયન રહી છે.