26મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશીપમાં આ વખતે ભારતે દમદાર પ્રદર્શન કર્યું છે. 2017 પછી આ ભારતનું સૌથી સારું પ્રદર્શન રહ્યું છે. ભારતીય ખેલાડીઓમાં આ ચેમ્પિયનશીપમાં 24 પદકો જીત્યા છે. ભારતીય ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શનને પ્રધાનમંત્રી એ પણ ખૂબ વખાણ્યું છે.
સાઉથ કોરિયામાં ભારત છવાયું
સાઉથ કોરિયાના ગુમીમાં રમાઈ રહેલી 26મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતે આ વખતે પોતાના જુના રેકોર્ડને પણ તોડ્યો છે. ભારતીય ખેલાડીઓએ આ ચેમ્પિયનશીપમાં 24 પદકો હાંસલ કરીને દેશમાં ડંકો વગાડી દીધો છે. ભારતીય ખેલાડીઓએ આ ચેમ્પિયનશીપમાં 8 ગોલ્ડ , 10 સિલ્વર , 6 બ્રોન્જ મેડલ દેશને નામ કર્યા છે. આ શાનદાર પ્રદર્શનને કારણે ભારત પોઈન્ટ ટેબલ પર ચીન બાદ બીજા નંબર પર છે. ચીન આ ચેમ્પિયનશીપમાં 19 ગોલ્ડ મેડલો સાથે પ્રથમ સ્થાને બિરાજમાન છે. આ ચેમ્પિયનશીપમાં ઘણા ખેલાડીઓ એ નવા નવા રેકોર્ડ પણ તેમના નામે કર્યા છે.
ઓલિમ્પિકમાં દેશની આશાઓ વધી
સાઉથ કોરિયાના ગુમી ખાતે આયોજિત આ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ ટ્રેક અને ફિલ્ડ બંને ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ ચેમ્પિયનશીપમાં ગુલવીર સિંહ સૌથી આગળ ચાલી રહ્યા છે. તેમની ઉપલબ્ધીઓની વાત કરીએ તો તેમણે 5 હજાર મીટર અને 10 હજાર મીટર દોડમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે સાથે 3 હજાર મીટર સ્ટીપલ ચેજ રમતમાં અવિનાશ સાબલેને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ચેમ્પિયનશીપમાં મહિલા ખેલાડી પણ પાછળ નથી રહ્યા. 100 મીટરની દોડમાં જ્યોતિ યારાજી એ પણ ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી છે.
પ્રધાનમંત્રી એ શું કહ્યું?
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરતાં કહ્યું કે “સાઉથ કોરિયાના ગુમીમાં રમાઈ રહેલી 26મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતના ખેલાડીઓના પ્રદર્શન પર દેશને ગર્વ છે”. આ સમગ્ર ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર દરેક એથ્લિટની મહેનત સ્પષ્ટ પણે દેખાતી હતી. એથ્લીટોને આવનારા ભવિષ્ય માટે શુભકામનાઓ”.


