ભારતે પોતાની રક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની સાથે ગુરુવારે ઓરિસ્સાના ચાંદીપુરમાં ITR દ્વારા બે પરિક્ષણ રેન્જથી બે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2 અને અગ્નિ 1નું સફળ પરિક્ષણ કર્યું હતું. આ પરિક્ષણોમાં સંચાલિત તમામ ટેકનિકલ ફોર્મ્યૂલાને સફળતાપૂર્વક માન્ય ગણવામાં આવી હતી. આ પરિક્ષણ સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડની દેખરેખમાં આયોજીત કરવામાં આવ્યું હતું.
બે બેલેસ્ટિક મિસાઈલના સફળ પરિક્ષણની જાણકારી આપતા રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે આજે ઓરિસ્સાના ચાંદીપુરમાં આવેલા એકીકૃત પરિક્ષણ રેન્જથી ઓછામાં ઓછા અંતરની બેલેસ્ટિક મિસાઈN પૃથ્વી -2 અને અગ્નિ 1 નું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. તમામ પરિચાલનો અને ટેકનિકલ ફોર્મ્યુલાની પૃષ્ટિ કરવામાં આવી છે.
પૃથ્વી -2 મિસાઈલની ખાસિયત
પૃથ્વી -2 એક સ્વદેશી રૂપથી ડેવલપ કરવામાં આવેલી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે. જેને DRDOએ તેને ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ ડેવલપ કરી છે. આ મિસાઇલની રેન્જ 250-350 કિલોમીટર છે અને તે 500-1000 કિલોગ્રામ સુધીનું પેલોડ લઈ જઈ શકે છે.
યઆ મિસાઈલ પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે અને ઈન્ટરશિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે, જે તેને લક્ષ્યને સ્પષ્ટ નિશાન બનાવી શકે છે. પૃથ્વી -2 ને2003માં ભારતની સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં શામેલ કરવામાં આવી હતી. પૃથ્વી-II મિસાઇલમાં ઉચ્ચ વિસ્ફોટક, ઘૂંસપેંઠ, ક્લસ્ટર મ્યુનિશન, ફ્રેગમેન્ટેશન, થર્મોબેરિક, રાસાયણિક શસ્ત્રો અને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો લગાવી શકાય છે.