- બાંગ્લાદેશની પાંચમી વાર સત્તા સંભાળશે શેખ હસીના
- ચૂંટણીમાં 200 મતથી થઇ હતી જીત
- જીત બાદ મીડિયા સંબોધનમાં ભારતની કરી પ્રશંસા
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સતત પાંચમી વખત દેશની સત્તા સંભાળવા જઈ રહ્યા છે. તેઓ સતત પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં જીત બાદ તેઓએ ભારતને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.
ભારત-બાંગ્લાદેશ સારા મિત્ર
પીએમ શેખ હસીનાએ જણાવ્યું કે ભારત બાંગ્લાદેશ ખૂબ જ સારા મિત્ર છે. તેઓએ 1971 અને 1975માં અમારું સમર્થન કર્યુ છે. અમે ભારતને અમારા પાડોશી તરીકે માનીએ છીએ. હું ખરેખર પ્રશંસા કરું છું કે ભારત સાથે અમારા અદ્ભુત સંબંધો છે. આગામી 5 વર્ષોમાં અમારું આર્થિક પ્રગતિ અને અમે જે પણ કામ શરૂ કર્યુ છે તેને પૂર્ણ કરવામાં અમારુ ધ્યાન હશે.
જનતા અને દેશનો વિકાસ કરવાનો ઉદ્દેશ
તેઓએ વધુમાં જણાવ્યું કે અમે અમારો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે અને જ્યારે પણ અમે અમારું બજેટ બનાવીએ છીએ અમે અમારા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરીએ છીએ તેમજઅ મે અમારા ચૂંટણી ઢંઢેરાને અનુસરીએ છીએ. લોકો અને દેશનો વિકાસ એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા લોકો ચૂંટણીથી ડરે
પીએમ શેખ હસીનાએ રાજધાની ઢાકામાં તેમના સત્તાવાર નિવાસ સ્થાન ગણભવનમાં મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે જે લોકો આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે તેઓ ચૂંટણીથી ડરે છે અને ચૂંટણી લડવાનું ટાળે છે. તેમણે કહ્યું કે આવા લોકો મારી જીતમાં નહીં પણ જનતાની જીતમાં ફાળો આપે છે.
ચૂંટણીમાં છૂટાછવાયા હિંસા થઈ હતી
ઉલ્લેખનીય છે કે મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના સહયોગીઓ દ્વારા છૂટાછવાયા હિંસા અને બહિષ્કાર વચ્ચે રવિવારે યોજાયેલી 12મી સામાન્ય ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગે 200 સીટો જીતી હતી. તેમની પાર્ટીને બે તૃતિયાંશ બહુમતી મળી.


