– ભારતના આર્થિક વિકાસ છતાં ચીનનું મહત્વ ઓછું આંકી શકાય એમ નથી
Updated: Oct 14th, 2023
મુંબઈ : ભારતની આકર્ષક આર્થિક પ્રગતિ છતાં વ:શ્વિક આર્થિક વિકાસના એન્જિન તરીકે નજીકના ભવિષ્યમાં ભારતને ચીનનું સ્થાનમળવાની શકયતા જણાતી નથી. પ્રાપ્ત આંકડાઓ આવું સૂચવતા નથી, એમ એચએસબીસી હોલ્ડિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારત હાલમાં બહુ ઓછા પરિબળો સાથે આગળ વધી રહ્યું છે. જ્યારે ચીન હજુ પણ એટલું મોટું છે કે વ:શ્વિક અર્થતંત્રમાં તેનું મહત્વ ઓછું આંકી શકાય એમ નથી.ચીન તથા ભારતના અર્થતંત્રના કદ વચ્ચેનું અંતર ૨૦૨૮ સુધીમાં વધી ૧૭.૫૦ ટ્રિલિયન ડોલર પહોંચવાનું આઈએમએફની ધારણાં છે. ગયા વર્ષે આ અંતર ૧૫ ટ્રિલિયન ડોલર રહ્યું હતું.
ધારી લઈએ કે ચીનનો આર્થિક વિકાસ દર શૂન્ય રહેશે અને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ મારફતના વિકાસની માત્રા હાલના સરેરાશ કરતા વધી ત્રણ ગણી થશે તો પણ ચીનના સ્તરે ભારતના ઈન્વેસ્ટમેન્ટને પહોંચતા બીજા ૧૮ વર્ષ લાગી જશે.
ચીન હાલમાં વ:શ્વિક ઈન્વેસ્ટમેન્ટના ૩૦ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે ભારતનો હિસ્સો પાંચ ટકાથી પણ ઓછો છે. વ:શ્વિક ઉપભોગમાં ભારતનો હિસ્સો ચાર ટકાથી નીચે છે જ્યારે ચીનનો આ આંક હાલમાં ૧૪ ટકા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.