ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પીએમ મોદી વચ્ચે બુધવારે ફોન પર વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત બાદ પીએમના કાર્યાલયે બંને નેતાઓ વચ્ચે જલ્દી જ મુલાકાત કરવાનો દાવો કર્યો છે.આપને જણાવી દઇએ કે મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે આ મુલાકાત દિલ્હી બ્લાસ્ટ બાદ પહેલી વાર થવા જઇ રહી છે. એક દિવસ પહેલા તેમની ફોન વાતચીત દરમિયાન, પીએમ મોદી અને નેતન્યાહૂએ પણ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું હતું.એવામાં બંને નેતાઓ વચ્ચેની આ સંભવિત મુલાકાત પાકિસ્તાનમાં ખળભળાટ મચાવશે તે નિશ્ચિત છે.
ઇઝરાયલના પીએમઓએ આપી જાણકારી
ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર થયેલી આ વાતચીક વિશે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યુ છે. ઇઝરાયલી પીએમઓએ લખ્યુ, ગર્મજોશી અને મિત્રતાની વાતચીતના અંતમાં બંને નેતા ખૂબ જ જલ્દી જ મળવા પર સહમત થયા છે.નેતન્યાહૂની લાંબા સમયથી રાહ જોવાતી ભારત મુલાકાત બંને દેશો વચ્ચે તાજેતરમાં થયેલી અનેક ઉચ્ચ સ્તરીય મંત્રી સ્તરની મુલાકાતો બાદ થશે. આ વર્ષે ઇઝરાયલના પર્યટન મંત્રી હાઇમ કાટઝ, અર્થ વ્યવસ્થા તેમજ ઉદ્યોગ મંત્રી નિર બરકાત, કૃષિ તેમજ ખાદ્ય સુરક્ષા મંત્રી અવી દિખ્તર અને નાણામંત્રી બેઝલેલ સ્મોટ્રીચ ભારતની મુલાકાતે આવ્યા છે.
બંને દેશોમાં વ્યૂહાત્મક ભાગીદારી
ભારત અને ઇઝરાયલ નજીકના વ્યૂહાત્મક ભાગીદારો છે. બંને દેશો હવે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.ઇઝરાયલી નાણામંત્રી સ્મોટ્રિચની મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા.ગયા મહિને, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ઇઝરાયલ મુલાકાત દરમિયાન, FTA માટેના સંદર્ભ શરતો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.દિલ્હી વિસ્ફોટો બાદ સુરક્ષા કારણોસર નેતન્યાહૂએ પોતાની ભારત મુલાકાત મુલતવી રાખી હોવાના સમાચારોને ઇઝરાયલી સૂત્રોએ સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.દિલ્હી વિસ્ફોટને કારણે સુરક્ષા ચિંતાઓને કારણે નેતન્યાહૂએ ભારત પ્રવાસ ટાળ્યો હતો. ઇઝરાયલે ભારતની સુરક્ષા વ્યવસ્થા પર તેમણે પૂર્ણ વિશ્વાસ જતાવ્યો છે અને કહ્યુ કે બંને પક્ષ નેતન્યાહૂના પ્રવાસની તારીખ નક્કી કરવા પર કામ કરી રહ્યા છે.


