- ચીની જહાજ જિયાંગ યાંગ હોંગ-03 માલદીવમાં પહોંચ્યું
- ભારતે ચિંતા વ્યક્ત કરી બાદમાં જહાજને માલદીવમાં મંજૂરી મળી
- મોહમ્મદ મુઈજ્જુએ ચીની એજન્ડા પર કામ કરવાનું શરૂ કર્યું
માલદીવમાં ચીન ટેકેદાર મોહમ્મદ મુઈજ્જુ સરકારની રચના થતાં જ ચીનના એજન્ડા પર કામ શરૂ થઈ ગયું. હવે ફરીથી ચીની જહાજ જિયાંગ યાંગ હોંગ-03ને માલદીવમાં પ્રવેશ્યું છે. ભારતે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ માલદીવની મોહમ્મદ મુઈજ્જુની સરકારે તેને ફગાવી દીધો હતો. હવે ચીનનું જહાજ ફરી પાછું ફર્યું છે. મળતી માહિતી અનુસાર, ચીની જહાજ ગુરુવારે સવારે થિલાફુશી ઈન્ડસ્ટ્રીયલ આઈલેન્ડના બંદર પર પાર્ક કરવામાં આવ્યું હતું. માલદીવ સરકારે જહાજને ડોક કરવાની મંજૂરીની ખરાઈ કરી છે. પરંતુ તેના પરત ફરવાનું કારણ જાહેર કર્યું નથી.
આ જહાજ જાસૂસી માટે કુખ્યાત છે, આ તેની વિશેષતા છે
ચીની નૌકા જહાજ જિયાંગ યાંગ હોંગ-03 જાસૂસી માટે કુખ્યાત છે. માલદીવના વિદેશ મંત્રાલયે પણ 23 જાન્યુઆરીએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ચીની સરકારે માલદીવ સરકારને મંજૂરી માટે વિનંતી કરી હતી. માલદીવના સંરક્ષણ પ્રધાને માર્ચમાં સંસદમાં કહ્યું હતું કે ચીની જહાજ માલદીવની પ્રાદેશિક જળસીમાની અંદર કોઈ સંશોધન કરશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માલદીવમાં કોઈ સંશોધન કરવાની પરવાનગી આપવામાં આવી નથી. ચીનના મતે જિયાંગ યાંગ હોંગ-03 દરિયાઈ સંશોધન માટેનું સૌથી આધુનિક જહાજ છે. આ એક સંશોધન જહાજ છે. તેની સહનશક્તિ 15,000 નોટિકલ માઈલ છે, જેનો અર્થ છે કે તે કોઈપણ સહાય વિના તેના કામ માટે 15,000 નોટિકલ માઈલ નોન-સ્ટોપ મુસાફરી કરી શકે છે. તે મજબૂત પવન અને દરિયાઈ પ્રવાહો હોવા છતાં સ્થાને સ્થિર રહેવાની ક્ષમતા ધરાવે છે. તે એક જગ્યાએ રહીને થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને 360 ડિગ્રી ફેરવવાની ક્ષમતા ધરાવે છે.
ભારતે ચિંતા વ્યક્ત કરી બાદમાં મંજૂરી આપી
માલદીવની સરહદ પાસે આશરે એક મહિના પછી જહાજ પ્રથમવાર 22 જાન્યુઆીએ માલે પહોંચ્યું હતું. છ દિવસ પછી જહાડ વિશેષ આર્થિક ક્ષેત્ર સીમા પર આવ્યું. જહાજ હવે વિશેષ આર્થિક ક્ષેત્રેને પાર કર્યા બાદ ફરી આવી ગયું છે. જિયાંગ યાંગ હોંગ ત્રીજી જાન્યુઆરીથી માલદીવ ક્ષેત્રની અંદર અથવા તેની આસપાસ સક્રિય છે. આ હિંદ મહાસાગમાં ઘણો સમય પસાર કર્યા પછી ફેબ્રુઆરીમાં માલદીવ પહોંચ્યું અને આશરે એક અઠવાડિયા પછી પરત આવ્યું. ભારતની ચિંતા છતાં ચીનના સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ આને ફરીથી મંજૂરી આપી દીધી છે.


