- માર્ચમાં સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનાર વૈશ્વિક શાંતિ સંમેલનમાં ઉપસ્થિત થવા માટે ભારતને આમંત્રિત કરાયું
- રશિયા-યૂક્રેન યુદ્ધ 500 કરતાં વધારે દિવસ થયા છતાં ચાલી રહ્યું છે
- ઘણા દેશોની મધ્યસ્થતા બાદ પણ યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું
રશિયા-યૂક્રેન યુદ્ધ 500 કરતાં વધારે દિવસ થયા છતાં ચાલી રહ્યું છે, બંનેમાંથી કોઈ દેશ હથિયાર હેઠાં મૂકવા રાજી નથી. ઘણા દેશોની મધ્યસ્થતા બાદ પણ યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. એવી સ્થિતિમાં યૂક્રેનનાં નાયબ વિદેશમંત્રી ઈરીના બોરોવેટ્સે ભારતને ગ્લોબલ સાઉથનો અવાજ ગણાવ્યું છે. સાથે જ કહ્યું કે રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું શાંતિપૂર્ણ સમાધાન શોધવામાં ભારતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી જોઈએ. ઈરીના બોરોવેટ્સે જણાવ્યું કે યૂક્રેને માર્ચમાં સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનાર વૈશ્વિક શાંતિ શિખર સંમેલન માટે ભારતને આમંત્રિત કર્યું છે. તેમણે કહ્યું કે ભારતની એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. સૌથી પહેલાં, ભારત એક વૈશ્વિક નેતા છે, તે ચોક્કસપણે ગ્લોબલ સાઉથ દેશોનો શક્તિશાળી અવાજ છે. ભારત મારા દેશની ક્ષેત્રિય અખંડતાનું સન્માન કરે છે, તો એ અર્થમાં અમારી પાસે પૂર્ણ સમર્થન છે. તેમણે કહ્યું કે, જોકે, ભારત આના વિશે વધારે કહી શકે. શાંતિપૂર્ણ સમાધાન શોધવાની દિશામાં વધારે કાર્યવાહી કરી શકે છે. ભારતે શાંતિ માટેના સમાધાનનો ભાગ બનવું પડશે.
નાગરિકોની હત્યાની ભારતે હંમેશા નિંદા કરી
ભારતે હંમેશા રશિયા-યૂક્રેન યુદ્ધમાં થઈ રહેલી સામાન્ય લોકોની હત્યાની નિંદા કરી છે. સાથે જ સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનનું આહવાન પણ કર્યું છે. ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં એસસીઓ શિખર સંમેલનના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહેલું કે આ યુદ્ધનો યુગ નથી. તે ઉપરાંત, ભારતની અધ્યક્ષતામાં જી-20ની જાહેરાતમાં પણ એ જ વાત ફરીથી કહેવામાં આવી હતી.
ભારત-નોર્વે વચ્ચે મજબૂત સંબંધો
આની પહેલાં નાર્વેના નાયબ વિદેશમંત્રી એન્ડ્રિયાસ મોત્ઝફેલ્ટ ક્રાવિકે ભારત અને નોર્વેના સંબંધોની સરાહના કરી હતી. તેમણે કહેલું કે, અમારા સંબંધો ઘણા મજબૂત છે. બંને દેશની બહુપક્ષવાદ, આંતરરાષ્ટ્રીય કાયદા અને વૈશ્વિક મુદ્દા અંગેનાં સમાધાનો શોધવા માટેની મજબૂત અને સમાન પ્રતિબદ્ધતા છે. જેનો અમે સામનો કરી રહ્યા છીએ. તે માટે અમે ઘણા મુદ્દે ઘણી બધી ચર્ચા કરી છે.


