ભાજપે બિહાર સરકારના મંત્રી નીતિન નબિનને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. ભાજપના આ નિર્ણયથી રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નીતિન નબિન હાલમાં બિહાર સરકારમાં મંત્રી છે. તેમને બિહાર ભાજપના અગ્રણી નેતાઓમાં માનવામાં આવે છે. તેમણે સતત પાંચ વખત બાંકીપુર ખાતેથી ધારાસભ્ય તરીકે જીત મેળવી છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા નવીન કિશોર સિંહાના પુત્ર છે. તેમને બિહાર ભાજપમાં એક અગ્રણી નેતા ગણવામાં આવતા હતાં.
નીતિન નબિનની રાજકીય કૂશળતાને જોઈ હતી
ભાજપે બે વર્ષ પહેલા છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન નીતિન નબિનની રાજકીય કૂશળતાને જોઈ હતી. જેથી તેમને છત્તીસગઢમા ભાજપના પ્રભારી બનાવાયા હતાં. નીતિન નબિને પોતાની મહેનત અને રણનીતિ દ્વારા રાજકીય સ્થિતિ બદલી નાંખી હતી. ભાજપ માટે છત્તીસ ગઢ નબળુ રાજ્ય ગણાતુ હતું. ત્યાં ભૂપેશ બઘેલની સરકાર બને તેવી શક્યતા હતી. નીતિન નબીને પોતાની શાનદાર રણનીતિ તૈયાર કરીને ભાજપને જીત અપાવી હતી.
છત્તીસગઢમાં ફરીવાર લોકસભાનો હવાલો સોંપવામાં આવ્યો
ભાજપે છત્તીસગઢમાં નીતિન નબિનની રણનીતિને કારણે સત્તા હાંસલ કરીને સરકાર બનાવી હતી. ત્યાર બાદ નીતિન નબિનને છત્તીસગઢમાં ફરીવાર લોકસભાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તેમણે ભાજપમાં યુવા મોરચાના સભ્ય તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ સેવા આપી હતી. તેઓ કાયસ્થ સમુદાયના છે.
આ પણ વાંચોઃ PM Narendra Modiએ બિહારના નેતા નિતિન નબીનને એક્સ પર પોસ્ટ કરીને બિરદાવ્યા


