ભારતના “ઓપરેશન સિંદૂર” બાદ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે પીએમ મોદી સાથે વાતચીત કરવા માટે ઇચ્છા પ્રગટ કરી છે. તેઓ પીએમ મોદી સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરવા ઇચ્છે છે. તો આ તરફ, ભારતે પીએમ શહબાઝ શરીફની ઇચ્છા પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. હવે પરિસ્થિતિ ખરાબ થતા પાકિસ્તાને ભારતના પીએમ સાથે મુલાકાત કરવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનની ઇચ્છા થશે પૂર્ણ ?
પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે જણાવ્યુ હતુ કે, ભારત સાથે મુલાકાત અને વાતચીત કરવા માટે સાઉદી અરેબિયા તટસ્થ સ્થળ છે. આ સ્થળે બન્ને દેશ વચ્ચે સરળતાથી વાતચીત થઇ શકે છે. સાઉદી અરેબિયાએ એક એવી જગ્યા છે જે બન્ને દેશને સ્વીકાર્ય છે. મીડિયા સાથે વાતચીત કરતા શહબાઝ શરીફે જણાવ્યુ હતુ કે, સાઉદી અરેબિયા સિવાય ચીન પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત કરવા માટે સંભવિત સ્થાન હોઇ શકે છે. પરંતુ ચીન મામલે ભારતે ઇન્કાર કર્યો છે. એટલે સાઉદી અરેબિયાએ સૌથી સરળ અને તટસ્થ સ્થાન છે. શહબાઝ શરીફનું આ નિવેદન એ સમયે સામે આવ્યુ છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશ વચ્ચે મધ્યસ્થા કરવાની વાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારત આ પ્રકારે વારંવાર મુલાકાત કરવાના પ્રસ્તાવને નકારતું રહ્યુ છે. ભારતે અગાઉ જણાવ્યુ હતુ કે, બન્ને દેશ વચ્ચેના તણાવને શાંત કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં ત્રીજા પક્ષને કોઇ સ્થાન નથી.
ભારતનો જડબાતોડ જવાબ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે દુશ્મન દેશ પર હવાઇ હુમલાઓ કર્યા હતા. જે બાદ પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો હતો. પરંતુ ભારતની સેનાની તાકાત સામે પાકિસ્તાન પરાસ્ત થયુ હતુ. “ઓપરેશન સિંદુર” બાદ પાડોશી દેશમાં આતંકીઓના ઠેકાણા નષ્ટ થયા હતા. અને 100થી વધુ આતંકીઓ ઠાર મરાયા હતા. હવે પરિસ્થિતિ સંભળાવા માટે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા ઇચ્છે છે.