ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં 3 મુસ્લિમ દેશના નામ સામે આવી રહ્યા હતા. જેમના નામ તુર્કીયે, ચીન અને અઝરબૈજાન છે. પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીને તણાવની સ્થિતિમાં સાથ આપવા બદ્દલ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. ઇજિપ્તનું નામ પીએમ ભૂલથી બોલી ગયા હતા. અન્ય મુસ્લિમ દેશની વચ્ચે ઇજિપ્તની એન્ટ્રી આશ્ચર્ય પેદા કરે તેવી છે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પાક.ના પીએમની વાતચીત
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ વચ્ચે, તુર્કી, ચીન અને અઝરબૈજાન જેવા દેશોના નામ સામે આવી રહ્યા છે. કારણ કે તેઓએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. પરંતુ હવે એક એવું નામ સામે આવ્યું છે જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી. હકીકતમાં, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભૂલથી ઇજિપ્તનું નામ બોલાયુ હતુ. તેમણે ઇજિપ્તના રાષ્ટ્રપતિને ફોન કરીને તેમનો આભાર માન્યો અને આ તણાવ દરમિયાન મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે ફોન પર વાત કરી. આ વાતચીતમાં, તેમણે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન ઇજિપ્તના સંતુલિત વલણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. શાહબાઝે કહ્યું કે ઇજિપ્તના પ્રયાસોથી તણાવ ઓછો કરવામાં મદદ મળી. આનાથી સ્પષ્ટ થયું કે તુર્કી, ચીન અને અઝરબૈજાન ઉપરાંત, ઇજિપ્ત પણ પડદા પાછળ પાકિસ્તાનને ટેકો આપી રહ્યું હતું. જોકે, ઇજિપ્ત દ્વારા આ અંગે કોઈ ખુલ્લેઆમ જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ શાહબાઝ શરીફના મોઢેથી સત્ય બહાર આવ્યું હતુ.
ઇજિપ્તનું કાર્ગો વિમાન પાકિસ્તાન પહોંચ્યું
ઇજિપ્ત પડદા પાછળ પાકિસ્તાનને ટેકો આપી રહ્યું છે તેના પુરાવા ઘણા સમય પહેલા સામે આવ્યા હતા. હકીકતમાં, 12 મેના રોજ, ‘ફ્લાઇટ 24 રડાર’ ની એક પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઇજિપ્તનું એક કાર્ગો વિમાન પાકિસ્તાનમાં ઉતર્યું હતું. ત્યારે કોઈએ તેના પર બહુ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે શાહબાઝ શરીફની વાતચીત પછી, આ દાવો વધુ મજબૂત બન્યો છે કે ઇજિપ્તે પાકિસ્તાનને મદદ કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિનો પણ ઉલ્લેખ
વાતચીત દરમિયાન, શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેને ભારતે તાજેતરમાં મુલતવી રાખ્યો છે. તેમણે ઇજિપ્તના રાષ્ટ્રપતિને કહ્યું કે પાકિસ્તાન આ સંધિને મહત્વપૂર્ણ માને છે અને તેને પ્રાદેશિક શાંતિ માટે જરૂરી માને છે. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા વિશે વાત કરી. શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિ અલ-સિસીને પાકિસ્તાનની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું, જેનો ઇજિપ્તના રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો.