- દુબઈમાં રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ
- ભારત-પાકિસ્તાનની મેચનું ટેલિવિઝન પર લાઈવ બ્રોડકાસ્ટ નહીં થાય
- એશિયન ક્રિકેટ કાઉન્સિલના ઓફિશિયલ યૂટ્યુબ પરથી જોઈ શકાશે ફ્રીમાં
દુબઈ અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે ભારતીય ટીમની સામે પાકિસ્તાન ટીમ રમશે. આ પહેલા ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 7 વિકેટની સાથે હરાવીને અભિયાનની શરૂઆત કરી. પણ હવે પાકિસ્તાનની ટીમ સામે છે. પણ ક્રિકેટ ફેન્સને માટે સારા સમાચાર નથી. ભારત-પાકિસ્તાનની મેચનું ટેલિવિઝન પર લાઈવ બ્રોડકાસ્ટ નહીં કરાય પણ તમારે નિરાશ થવાની જરૂર નથી. તો જાણો કેવી રીતે જોઈ શકશો ભારત અને પાકિસ્તાનની વચ્ચેની લાઈવ મેચ.
ક્યાં જોઈ શકાશે ભારત-પાકિસ્તાનની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ
એશિયા કપ અંડર 19માં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચ દુબઈમાં રમાશે. ક્રિકેટ ફેન્સ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ઓફિશિયલ યૂટ્યુબ ચેનલ પર ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાય છે. પણ ટીવી પર લાઈવ બ્રોડકાસ્ટ થશે નહીં. આ માટે તમારે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર જવાનું રહેશે. અહીં ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગની મજા મળશે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, રુદ્ર પટેલ, સચિન દાસ, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરાવેલી અવનીશ, મુરુગન અભિષેક, રાજ લિંબાની અને નમન તિવારી.
પાકિસ્તાનની પ્લેઈંગ-11
સાદ બૈગ (કેપ્ટન), શાહજેબ ખાન, અજાન અવેસ, શામેલ હુસેન, રિયાઝ ઉલ્લાહ, અરાફાત મિન્હાસ, અલી અસ્ફાદ, આમિર હસન, મોહમ્મદ જીશાન, તૈયબ આરિફ.
ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
આ પહેલા ભારતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત અફઘાનિસ્તાની સામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ આ સમયે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને માત આપી હતી. આજે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની સામે બીજી મેચ રમશે.


