ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત સપ્તાહમાં યુદ્ધનો માહોલ રહ્યો. શનિવારની સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થયા બાદ પણ પાકિસ્તાન દ્વારા ફરી હુમલો કરાયો હતો. જેના જવાબ પણ ગણતરીના સમયમાં ભારતે સણસણતો જવાબ આપ્યો હતો.ભારતની કાર્યવાહીથી ડરેલું પાકિસ્તાન આખરે ઘૂંટણિયે આવ્યું અને શાંત થયું. જેના બાદથી રવિવાર એટલે કે 12મેના રોજથી દેશમાં ફરી સ્થિતિ સામાન્ય બની છે. ત્યારે સોશિયલ મીડિયામાં અનેક બાબતોને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દુનિયામાં મહાસત્તા ગણાતા અમેરિકા, ચીન અને જાપાન સહિતના દેશોએ પહલગામમાં પ્રવાસીઓ પર કરવામાં આવેલ હુમલાની નિંદા કરી હતી. પરંતુ થોડા જ સમયમાં કેટલાક દેશોએ યુ-ટર્ન લેતા પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે.
ચીન મદદ કરતું હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા
પહલગામ હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મોટા પાયે હુમલો કરી નષ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી ભારતીય સેનાએ કરેલ હુમલામાં લગભગ 100 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો સેનાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું. પહલગામ હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂર કાર્યવાહીને દુનિયાના અનેક દેશોએ પ્રશંસા કરી અને આતંકવાદ સામે યોગ્ય પગલું જણાવ્યું. ગત સપ્તાહે પાકિસ્તાન તરફથી ભારતના જમ્મુથી લઈને કચ્છ સુધીના સરહદી વિસ્તારોમાં અનેક ડ્રોન હુમલા કર્યા હતા. જો કે ભારતની સંરક્ષણ પ્રણાલિએ નાપાક પાકિસ્તાનના મોટાભાગના હુમલા નિષ્ફળ કર્યા હતા. આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનને ચીન દ્વારા ખુલ્લેઆમ સમર્થન આપવામાં આવ્યું. અને ચીન દ્વારા જ આતંકવાદના આકા પાકિસ્તાનને શસ્ત્રો અને હથિયારોનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડયું છે.
ચીને પોત પ્રકાશયું, પાકિસ્તાનને આપ્યું સમર્થન
પાકિસ્તાનના આતંકના આ ખેલમાં વિશ્વના મોટાભાગના દેશો ભારતની તરફેણમાં હતા, તો કેટલાક દેશોએ આતંકવાદીઓને આશ્રય આપતા પાકિસ્તાનને ટેકો આપ્યો. આમાં, તુર્કી, અઝરબૈજાન અને ચીન મોખરે હતા. તુર્કીએ પોતાનું યુદ્ધ જહાજ પાકિસ્તાન મોકલ્યું, પરંતુ મદદ માટે 6 કાર્ગો વિમાનોમાં યુદ્ધ સામગ્રી પણ મોકલી. એવું કહેવાય છે કે ભારત પર ફાયર કરાયેલા મોટાભાગના ડ્રોન તુર્કીમાં બનેલા હતા. તુર્કી ઉપરાંત ચીન દ્વારા પાકિસ્તાને હથિયારો અને શસ્ત્રો પૂરો પાડવામાં આવ્યો હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતો સામે આવતા ચીન નારાજ થતા પોતાના X પ્લેટફોર્મ પર લૂલો બચાવ કરતાં લખ્યું કે પાકિસ્તાનને હથિયારો પૂરા પાડ્યા હોવાની વાતો વાહિયાત છે, આ અફવા છે અમે તેનું ખંડન કરીએ છીએ. અમે એક દેશ તરીકે પોતાનો બચાવ કરી શકે તે બાબતે સમર્થન આપ્યું છે. પરંતુ દારુગોળો પૂરા પાડવા જેવી કોઈ મદદ કરવામાં આવી નથી જેનો ભારત સામે ઉપયોગ કરવામાં આવ્યો હોય. ભારતની વિરુદ્ધ ચીન પાકિસ્તાનના ખોળામાં જઈ બેઠું.


