પાકિસ્તાન દેવાદાર છતાં ભારતના સરહદી વિસ્તારોમાં હુમલાઓ અને અંધાધૂધ ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ડામાડોળ છે અને ભારતે સિંધુ જળ કરાર સમાપ્ત કરવા તેમજ અટારી ચેક પોસ્ટ બંધ કરતા આર્થિક રીતે વધુ માર પડયો છે. છતાં પાકિસ્તાન વિદેશી ભંડોળની મદદથી ભારત પર દબાણ કરવા પ્રયાસ કરી રહ્યું છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના ચીની શસ્ત્રો નિષ્ફળ નિવડતા તુર્કીની મદદ લઈ ડ્રોન હુમલા કર્યા બાદ IMF પાસે નાણાંકીય ભંડોળની મદદ માગી છે.
ભારતે પાકિસ્તાનને આર્થિક રીતે મદદ કરવા IMF (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) સમક્ષ પોતાના વિરોધ વ્યકત કરતાં વોટિંગ પ્રક્રિયાથી દૂર રહ્યું હતું. ભારતના વિરોધ છતાં પણ IMFએ પાકિસ્તાનને અબજ ડોલરનું ભંડોળ પુરું પાડ્યું છે. IMF એ પાકિસ્તાનને 20,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પાકિસ્તાન માટે 2.3 અબજ ડોલર (20,000 કરોડ રૂપિયા) ના બે પેકેજ મંજૂર કર્યા છે.
IMF સમક્ષ ભારતે પાકિસ્તાનને કેમ આર્થિક ભંડોળ પુરું ના પાડવા તેને લઈને પોતાની નારાજગીનું કારણ જણાવતા કહ્યું હતું કે પાકિસ્તાન આ આર્થિક ભંડોળનો ઉપયોગ આતંકવાદ ગતિવિધિને પ્રોત્સાહના આપવા માટે કરે છે. પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય તેની ગુપ્તચર એજન્સીઓ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ કરે છે. આ આતંકી સંગઠનો જ ભારત પર હુમલાઓ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનનું અર્થતંત્ર IMFની સહાય પર ખૂબ નિર્ભર છે. આ મતદાનથી ભારતના અંતરને IMF અને અન્ય બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓને સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે કે નક્કર પગલાં લીધા વિના પાકિસ્તાનને નાણાકીય સહાય આપવી એ પ્રાદેશિક સુરક્ષા માટે ખતરનાક બની શકે છે.


