ભારતની સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં મોટા શહેરમાં અત્યારે એક પછી એક વિસ્ફોટ થઈ રહ્યા છે. ભારત બાદ પાકિસ્તાનમાં આજે બલૂચ લિબરેશન આર્મીએ પણ સંકજો કસ્યો છે. બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનમાં સેનાના વાહન પર પણ હુમલો કર્યો હતો. આજે પાકિસ્તાનના લાહોર અને કરાચી બાદ અન્ય પ્રખ્યાત શહેરોમાં પણ વિસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના નાગરિકો તેમની સેનાની કામગીરને લઈને પ્રશ્નો કરી રહ્યા છે. પાકિસ્તાનની સેના કેમ ભારતની સર્જીકલ સ્ટ્રાઈકને રોકવામાં નિષ્ફળ ગઈ તેને લઈને પાકિસ્તાનની સોશિયલ મીડિયામાં ટીકા કરતા સવાલ કરી રહ્યા છે. પાકિસ્તાનની સેનાની કામગીરીની પાકિસ્તાનના નાગરિકોએ પોલ ખોલી.
પાકિસ્તાની સેનાના પોકળ દાવા
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહેલગામ હુમલા પછી ભારતે કહ્યું હતું કે અમે તેમના ઘરોમાં ઘૂસીને હુમલો કરીશું અને ભારતે બરાબર એ જ કર્યું છે. હુમલા પછીથી, પાકિસ્તાન ખોટા દાવા કરી રહ્યું છે કે તેણે જવાબમાં ભારત સાથે આ કે તે કર્યું, પરંતુ સત્ય કંઈક બીજું છે. પાકિસ્તાનના આ ખોટા દાવાઓ ખુદ પાકિસ્તાનીઓ દ્વારા જ ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાની નાગરિકના વીડિયોએ ખોલી પોલ
વિશ્વભરમાં અત્યારે ભારતના ઓપરેશન સિંદૂરની ચર્ચા થઈ રહી છે અને લોકો ગુગલ પર ઓપરેશન સિંદૂર, ભારતીય સેના જેવા શબ્દો સર્ચ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં સામે આવેલ એક વીડિયોમાં ભારતને જવાબ આપ્યાના પાકિસ્તાનની સેનાના પોકળ દાવાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની નાગરિક દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે ભારતે આપણા ઘરમાં ઘૂસી હુમલો કર્યો અને આ હુમલા બાદ તેમના સૈનિકો સુરક્ષિત રીતે પાછા ફર્યા. ત્યારે કેમ પાકિસ્તાની સેના આ કામગીરીનો કોઈ જવાબ ના આપી શકી તેવો સવાલ કર્યો હતો. ભારતના હુમલાનો પાકિસ્તાની સેનાએ કરારો જવાબ આપ્યો હોવાના દાવો કરવામાં આવતો હતો. આ પોકળ દાવાનો હવે પાકિસ્તાને નાગરિકે જ પર્દાફાશ કર્યો. આ વીડિયો બાદ હવે પાકિસ્તાની લોકો પણ આ વાત માની રહ્યા છે કે પાકિસ્તાની સેના ભારતને રોકવામાં નિષ્ફળ ગઈ છે.
હું ભારતની પ્રશંસા નહી હકીકત જણાવું છું
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એક પાકિસ્તાની વ્યક્તિ કહેતો જોવા મળે છે કે ભારતે પાકિસ્તાન પર 25 મિસાઇલો છોડી છે અને બધી મિસાઇલો તેમના લક્ષ્ય પર પહોંચી ગઈ છે. તે વ્યક્તિએ કહ્યું, “ભારતે જે લક્ષ્ય નક્કી કર્યું હતું તે પ્રાપ્ત કરી લીધું છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આપણી સંરક્ષણ પ્રણાલી ભારત તરફથી એક પણ હુમલો રોકી શકી નથી.” તે વ્યક્તિએ એમ પણ કહ્યું કે કોઈએ એવું ન કહેવું જોઈએ કે હું ભારતની પ્રશંસા કરી રહ્યો છું, હું ફક્ત સાચું કહી રહ્યો છું. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનની અંદર 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. જે બાદ પાકિસ્તાન આખી દુનિયામાં શરમજનક સ્થિતિમાં મુકાઈ રહ્યું છે. આ હુમલો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા


