- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે રશિયાના પ્રવાસે છે
- પીએમ મોદીના રશિયા પ્રવાસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે
- તમને જણાવી દઈએ કે ભારત અને રશિયા વચ્ચે સંબંધો કેવા છે
આઝાદી પછી ભારતમાં ભૂખમરાની સ્થિતિ હતી. ભારતને ઘઉંની જરૂર હતી. આવી પરિસ્થિતિમાં પંડિત નેહરુએ વર્ષ 1949માં અમેરિકાની મુલાકાત લીધી અને મદદ માંગી. પરંતુ તેમની યાત્રા નિષ્ફળ રહી હતી. કારણ કે અમેરિકાએ ભારતને મદદ કરવાની ના પાડી દીધી હતી. તે પછી ભારત સરકાર સોવિયત સંઘ તરફ વળ્યું. આના પર 1951માં ઔપચારિક કરાર થયો હતો. ભારતને સોવિયેટ્સે પરંપરાગત ભારતીય માલસામાનની નિકાસના બદલામાં એક લાખ ટન ઘઉં મોકલવાનું વચન આપ્યું હતું.
1953 માં સ્ટાલિનના મૃત્યુ પછી, ભારત-સોવિયેત સંબંધો નવા તબક્કામાં પ્રવેશ્યા. સોવિયેત નેતાઓએ ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વને માન્યતા આપી હતી. નેહરુએ જૂન 1955માં સોવિયેત પ્રીમિયર નિકોલાઈ બુલ્ગાનિન અને સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી નિકિતા ક્રુસ્ચેવના આમંત્રણ પર સોવિયેત સંઘની મુલાકાત લીધી હતી. આ પ્રવાસે બંને દેશો વચ્ચેના સંબંધોનો મજબૂત પાયો નાખ્યો.
બંને દેશો કેવા છે સંબંધો?
લાંબા સમયથી ભારત અને રશિયા વચ્ચે મજબૂત સંરક્ષણ સંબંધો છે અને રશિયા પાસેથી ભારતે વિવિધ પ્રકારના શસ્ત્રો અને ડિફેન્સ સિસ્ટમની આયાત કરી છે. આ સિવાય ભારતે રશિયા પાસેથી વિવિધ પ્રકારના રડાર અને કોમ્યુનિકેશન સાધનો પણ મેળવ્યા છે, જે આપણા સૈન્યની ક્ષમતામાં વધારો કરે છે. આ તમામ હથિયારો અને સંરક્ષણ પ્રણાલીઓએ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની લડાયક ક્ષમતાને વધારવાની મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતની વ્યૂહાત્મક સુરક્ષા માટે રશિયા સાથેનો આ સંરક્ષણ સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Sukhoi Su-30MKI: ભારતીય વાયુસેનાનું મુખ્ય લડાકુ વિમાન છે. આ એરક્રાફ્ટ ભારતમાં રશિયા સાથે મળીને બનાવવામાં આવે છે.
MiG-29: તે ભારતીય વાયુસેના અને નૌકાદળ બંને દ્વારા ઉપયોગમાં લેવાતું મલ્ટિરોલ ફાઈટર જેટ છે.
IL-76 અને IL-78: આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એરિયલ રિફ્યુઅલિંગ ટેન્કર એરક્રાફ્ટ છે.
Mi-17: તે એક ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે જેનો ઉપયોગ સૈનિકો અને પુરવઠોના ટ્રાન્સફોર્ટ કરવા માટે થાય છે.
Ka-226T: તે લાઈટ મલ્ટિરોલ હેલિકોપ્ટર છે જેનું ભારતમાં ઉત્પાદન કરવાની યોજના છે.
T-90: આ ભારતની મેઈન યુદ્ધ ટેન્ક છે જે રશિયા પાસેથી ખરીદવામાં આવી છે અને ભારતમાં તેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
T-72: આ એક જૂની પરંતુ મહત્વપૂર્ણ યુદ્ધ ટેન્ક છે જેનો ઉપયોગ ભારતીય સેના કરે છે.
INS Vikramaditya: આ એરક્રાફ્ટ કેરિયર રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું હતું.
Kilo-Class Submarines: ભારતીય નૌકાદળ પાસે ઘણી કિલો-ક્લાસ ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે.
Talwar-Class Frigates: આ ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ્સ છે જે ભારતીય નૌકાદળમાં સામેલ છે.
S-400 Triumf: આ એક લેટેસ્ટ અત્યાધુનિક એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ છે જે રશિયા પાસેથી ભારતે ખરીદી છે.
BrahMos: આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ રશિયાના સહયોગથી વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ ભારતીય સંરક્ષણ દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Smerch અને Grad MLRS: આ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમો છે જે ભારતીય સેના પાસે છે.
SA-3 Pechora અને Igla: આ ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતી એર ડિફેન્સ સિસ્ટમ્સ છે.
રશિયા ભારત પાસેથી કયા શસ્ત્રો લે છે?
ભારત પાસેથી રશિયા પ્રમાણમાં ઓછા શસ્ત્રો ખરીદે છે. કારણ કે રશિયા પોતે એક મુખ્ય શસ્ત્ર નિર્માતા અને શસ્ત્રોની નિકાસ કરે છે. પરંતુ ભારત-રશિયા વચ્ચે ટેકનિકલ અને સંરક્ષણ સહયોગનું આદાનપ્રદાન થાય છે. રશિયા અને ભારતે સંયુક્ત રીતે બ્રહ્મોસ મિસાઈલ વિકસાવી છે. તે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલોમાંથી એક છે અને તેનો ઉપયોગ બંને દેશોની સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવે છે. રશિયાએ આ પ્રોજેક્ટમાં ભારતના ટેકનિકલ યોગદાનને સ્વીકાર્યું છે અને તેની જરૂરિયાતો અનુસાર તેને કસ્ટમાઈઝ કરવાની શક્યતા પણ જુએ છે. આ સિવાય ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને રશિયન સંરક્ષણ સંશોધન સંસ્થા વચ્ચે વિવિધ પ્રોજેક્ટ્સ પર સહયોગ છે. આ સહયોગ અંતર્ગત બંને દેશો એકબીજાની ટેકનિકલ કુશળતાનો લાભ લે છે.


