વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOના મંચ પરથી ભારતે આતંકવાદ અને ખોટા પ્રચારના મુદ્દા પર પાકિસ્તાનને કડક જવાબ આપ્યો છે. ભારતીય રાજદ્વારી અનુપમા સિંહે પાકિસ્તાન પર સીધો હુમલો કરતા કહ્યું કે, પાકિસ્તાન હજુ પણ જેહાદી આતંકવાદનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને પોષે છે. અને પાકિસ્તાન આતંકવાદને જન્મ આપે છે. તે પીડિત હોવાનો ડોળ કરી શકે નહીં.
WHOમાં આતંકવાદ પર ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી
વિશ્વ આરોગ્ય સંગઠનના મંચ પરથી ભારતે આતંકવાદ અને ખોટા પ્રચારના મુદ્દા પર પાકિસ્તાનને ફટકાર લગાનવી છે. ભારતીય રાજદ્વારી અનુપમા સિંહે પાકિસ્તાન પર સીધો હુમલો કરતા કહ્યું કે, પાકિસ્તાન હજુ પણ જેહાદી આતંકવાદનું કેન્દ્ર છે. તે પીડિત હોવાનો ડોળ કરી શકે નહીં. અનુપમા સિંહે કહ્યું કે આતંકવાદી હુમલાઓના પ્રાયોજકો અને આયોજકો સીધા પાકિસ્તાની ધરતીથી કામ કરે છે. તેમણે પાકિસ્તાનને “જૂઠું બોલવા અને પીડિત કાર્ડ રમવા” માટે WHO જેવા વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવા બદલ ટીકા કરી હતી.
સિંધુ જળ સંધિ પર પણ પાકિસ્તાન ઘેરાયું
ભારતીય પ્રતિનિધિએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે વારંવાર ખોટો પ્રચાર ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિ વિશે જુઠ્ઠાણા ફેલાવે છે. જ્યારે ભારત સંધિનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ ભારતે “ઓપરેશન સિંદૂર” દ્વારા બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક પણ સામેલ છે.
ભારત કરશે પાકિસ્તાનનો પર્દાફાશ
ભારતે “ઓપરેશન સિંદૂર” દ્વારા આતંકવાદ સામે નવી રેખા દોરી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો ઢાંકપો ઉજાગર કરવાની યોજના પણ તૈયાર કરી છે. જેથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર થાય. સરકારે નિર્ણય લીધો છે કે તે દુનિયાને પાકિસ્તાનના આતંકવાદ અને ઓપરેશન સિંદૂર વિશે પણ જણાવશે. આ માટે, ભારતના તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો, 7 પ્રતિનિધિમંડળો 32 અલગ અલગ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. જ્યાં આ પ્રતિનિધિમંડળ જણાવશે કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પોષે છે અને ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આ આતંકવાદ પર કેવી રીતે હુમલો કર્યો હતો. પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદના સત્યને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાની જવાબદારી જે પ્રતિનિધિમંડળને સોંપવામાં આવી છે.