- દિલ્હી ભારત મંડપમમાં ભારત ટેક્સ 2024નું આયોજન
- પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યુ ઉદ્ઘાટન
- આ કાર્યક્રમ વિશ્વના સૌથી મોટા ટેક્સટાઇલ કાર્યક્રમોમાંથી એક
દિલ્હી ભારત મંડપમ ખાતે પીએમ મોદી પહોંચ્યા છે.અહીં ભારત ટેક્સ 2024નું આયોજન કરવામાં આવ્યુ છે. જે સૌથી મોટી વૈશ્વિક ટેક્સટાઇલ ઇવેન્ટમાંની એક છે. પીએમ મોદીના હસ્તે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
સોમવારથી ગુરુવાર સુધી ચાલશે કાર્યક્રમ
સોમવારથી ગુરુવાર દરમિયાન ભારત ટેકસ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના 5F વિઝનમાંથી પ્રેરણા લઈને આ કાર્યક્રમ ફાઈબર, ફેબ્રિક અને ફેશન ફોકસ દ્વારા વિદેશી બજારોમાં એક સંકલિત અભિગમ ધરાવે છે, જેમાં સમગ્ર ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનને આવરી લેવામાં આવે છે, એમ વડાપ્રધાન કાર્યાલય તરફથી રવિવારે એક નિવેદનમાં જણાવાયું છે. ચાર દિવસીય ઈવેન્ટમાં 65 થી વધુ જ્ઞાન સત્રો દર્શાવવામાં આવશે જેમાં 100 થી વધુ વૈશ્વિક પેનલિસ્ટ સેક્ટર સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે.
ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ-વેપારને મળશે વેગ
ભારત TEX – 2024માં વિદ્યાર્થીઓ, વણકર, કારીગરો અને કાપડ કામદારો તેમજ નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક CEO, 3,500 થી વધુ પ્રદર્શકોની ભાગીદારી જોવા મળશે. આ ઉપરાંત, આ ઇવેન્ટમાં 100 થી વધુ દેશોમાંથી ત્રણ હજારથી વધુ ખરીદદારો અને 40,000 થી વધુ વેપાર મુલાકાતીઓની ભાગીદારીની અપેક્ષા છે. ઇવેન્ટ દરમિયાન 50 થી વધુ ઘોષણાઓ અને એમઓયુ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેનાથી ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ અને વેપારને વધુ વેગ મળશે અને નિકાસ વધારવામાં મદદ મળશે.


