- IT મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન
- ‘સરકારી નીતિઓ રોકાણોને આકર્ષી રહી છે’
- ‘ભૌગોલિક રાજકીય શક્તિનો લાભ લેતો દેશ ભારત’
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે જણાવ્યું હતું કે, ભારત આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ઊંચા હિસ્સા સાથે વૈશ્વિક પ્લેટફોર્મમાં જોડાશે. સરકારે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ (ફેબ્સ) અને માઇક્રોચિપ્સ માટે એકમો સ્થાપવા ઉત્પાદકોને આકર્ષવા માટે વિવિધ ડિઝાઇન ક્ષમતાઓ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે US$10 બિલિયનના પ્રોત્સાહનનો સમાવેશ કર્યો છે. જેનાથી તાઈવાન, દક્ષિણ કોરિયા અને ચીનનું વર્ચસ્વ ઘટશે.
‘સરકારી નીતિઓ રોકાણોને આકર્ષી રહી છે’
એક મુલાકાતમાં, વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતે સારી રીતે ડિઝાઇન કરેલી નીતિઓ છે, જે ઉત્પાદકોને નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા આકર્ષિત કરી રહી છે. ઉત્પાદકો આ ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છે. સેમિકન્ડક્ટર ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો આવશ્યક ભાગ છે અને તેનો ઉપયોગ ઓટોમોબાઈલથી લઈને કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને વોશિંગ મશીન સુધીની દરેક વસ્તુમાં થાય છે.
‘ભારતનો હિસ્સો વધી રહ્યો છે’
ભારતમાં પહેલેથી જ રેનો-નિસાનથી લઈને હ્યુન્ડાઈ સુધીની ઓટોમોબાઈલ કંપનીઓની ફેક્ટરીઓ છે. ડેલ જેવા કોમ્પ્યુટર ઉત્પાદકો, એપલ જેવા સપ્લાયર્સ અને સેમસંગ જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો છે. સેમસંગ ટીવી, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર્સ વગેરેનું ઉત્પાદન કરે છે. હવે ભારત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ઉંચો હિસ્સો મેળવવા ઈચ્છે છે. માઈક્રોન અને ટાટા સહિત ચાર કંપનીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા 76 હજાર કરોડ રૂપિયાના પ્રોત્સાહનનો ફાયદો થયો છે.
‘ભૌગોલિક રાજકીય શક્તિનો લાભ લેતો દેશ’
વૈષ્ણવે કહ્યું કે દેશમાં પહેલેથી જ વિશ્વની લગભગ એક તૃતીયાંશ ડિઝાઇન પ્રતિભા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર અમેરિકાની તકનીકી મહત્વકાંક્ષાઓમાં ભાગીદાર બનવા માટે આનો અને ભારતની ભૌગોલિક રાજકીય તાકાતનો લાભ લઈ રહી છે. તેમણે કહ્યું કે ભારત સરકાર અન્ય પશ્ચિમી અર્થવ્યવસ્થાઓની જેમ ચીનથી તેની સપ્લાય ચેઈનને અલગ કરવા માંગે છે.
‘મોટા ખેલાડીઓ રોકાણની યોજનાઓ પર વિચાર કરી રહ્યા છે’
કોરોના દરમિયાન બેઇજિંગના કડક લોકડાઉનને કારણે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાયમાં વિક્ષેપ પડ્યો હતો અને કંપનીઓએ તેના ઉત્પાદન માટે વૈકલ્પિક સ્ત્રોતો શોધવાનું શરૂ કર્યું હતું. ભારત પોતાને ચીન માટે વૈકલ્પિક ટેકનોલોજી હબ તરીકે રજૂ કરી રહ્યું છે જે લોકશાહી અને વિશ્વસનીય છે. તેમણે વધુમાં કહ્યું કે, જેઓ પહેલા વિચારતા હતા કે શું અને ક્યારે ભારત જવું જોઈએ. હવે તેઓ પૂછી રહ્યા છે કે અમે કેટલા સમયમાં ભારત જઈશું. આ પરિવર્તન થઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે વ્યવહારીક રીતે દરેક મોટા ખેલાડી તેમની રોકાણ યોજનાઓ પર પુનર્વિચાર કરી રહ્યા છે અને ભારત આવવા માંગે છે.


