ભારતનો GDP હવે $4 ટ્રિલિયન એટલે કે 1 લાખ કરોડથી ઉપર પહોંચી ગયો છે. જે પાકિસ્તાનના GDP કરતા લગભગ 10 ગણો વધારે છે. ઘણા રાજ્યો એવા છે જેમની અર્થવ્યવસ્થા અને સમૃદ્ધિ આખા પાકિસ્તાન કરતા ઘણી સારી છે. તેમની જીવનશૈલી અને સંપત્તિ પણ પડોશી દેશ કરતા ઘણી વધારે છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
ઝડપથી વિકસતુ ભારતનું અર્થતંત્ર
તમિલનાડુએ 2025માં પાકિસ્તાનના સમગ્ર GDPને વટાવી દીધું છે. નાણાકીય વર્ષ 2024-25 માટે તેનો GDP ₹17.23 લાખ કરોડ છે. જે આશરે US $419.74 બિલિયન છે. રાજ્યએ 2024-25માં 9.69%નો વાસ્તવિક આર્થિક વિકાસ દર હાંસલ કર્યો હતો. જે તે વર્ષ માટે ભારતીય રાજ્યોમાં સૌથી વધુ હતો. બીજી બાજુ 2025માં પાકિસ્તાનનો GDP $397.58 છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે પાકિસ્તાનના આર્થિક દૃષ્ટિકોણમાં સુધારો કર્યો છે. તેણે 2025 માટે તેના અંદાજિત કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દરને ત્રણ મહિના પહેલાના 3.2%ના અંદાજથી ઘટાડીને 3% કર્યો છે. 1958થી ભારતે 24 વખત IMF પાસેથી ભંડોળ લેવું પડ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFએ પાકિસ્તાનને 1.02 બિલિયન ડોલર એટલે કે 87.36ની સહાયનો બીજો હપ્તો મોકલ્યો છે. આમ છતાં, પાકિસ્તાનનો વિકાસ સતત ધીમો પડી રહ્યો છે. તે જ સમયે, ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. ભારત ફક્ત ઝડપથી પ્રગતિ જ નહી પણ હવે ભારતના કેટલાક રાજ્યો પાકિસ્તાનને પણ પાછળ છોડી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને તમિલનાડુનો GDP પાકિસ્તાન કરતા આગળ
ભારતના બે મોટા રાજ્યો, મહારાષ્ટ્ર અને તમિલનાડુ, હવે પાકિસ્તાનના GDP ને વટાવી ગયા છે. એક તરફ, મહારાષ્ટ્રનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GSDP 42.67 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તે જ સમયે, તમિલનાડુનો GSDP 31.55 લાખ કરોડ રૂપિયા છે. પાકિસ્તાન હવે તેની અર્થવ્યવસ્થાના દરેક પાસામાં સંઘર્ષ કરી રહ્યું છે. પરંતુ તેના સંરક્ષણ ક્ષેત્ર પર ખર્ચમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. જો ભારતના 2 રાજ્યો પર નજર કરીએ તો, તેઓ અર્થતંત્રની દ્રષ્ટિએ આખા પાકિસ્તાન કરતાં આગળ છે.
શું દર્શાવે છે આંકડા ?
ખરીદ શક્તિ સમાનતાના આધારે GDP દ્વારા માપવામાં આવે ત્યારે પાકિસ્તાનનું અર્થતંત્ર વિશ્વમાં 24મું સૌથી મોટું છે. જ્યારે નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ તે 43માં સ્થાને છે. ભારત માત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું નથી. પરંતુ હવે કેટલાક રાજ્યોએ પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થાને પણ પાછળ છોડી દીધી છે. ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે.


