- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20
- ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કર્યા
- આ મેચમાં સંજુ સેમસન થયો ગોલ્ડન ડકનો શિકાર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સંજુ સેમસન, કુલદીપ યાદવ અને અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રીજી મેચમાં બધાની નજર સંજુ સેમસન પર હતી કારણ કે સેમસનને લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં તક મળી હતી.
સંજુ સેમસનને આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. સંજુને ત્રીજી T20 મેચમાં તક મળી હતી પરંતુ સંજુ આ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો. જે બાદ હવે સંજુ સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થઈ રહ્યો છે.
સંજુની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી
ત્રીજી T20માં જીતેશ શર્માની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. મેચમાં બેટિંગ કરવા આવેલા સંજુ સેમસન ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. ચાહકોને આશા હતી કે તેઓ આ મેચમાં સંજુના બેટમાંથી મોટા શોટ જોશે પરંતુ સંજુએ ગોલ્ડન ડક પર આઉટ થઈને તમામ ચાહકોને નિરાશ કર્યા. જે બાદ સંજુ સેમસન સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો. સંજુ સેમસન વિશે સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે.
T20 વર્લ્ડ કપ 2024 પહેલા ટીમની છેલ્લી મેચ
T20 વર્લ્ડકપ 2024 પહેલા અફઘાનિસ્તાન સામેની સિરીઝની છેલ્લી મેચ ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચ છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક પ્રયોગો કરવા ઈચ્છતી હતી. જેના માટે આ સિરીઝમાં જે ખેલાડીઓને હજુ સુધી તક મળી નથી તેમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024 પહેલા ટીમ ઈન્ડિયા પોતાની તૈયારીઓની કસોટી કરવા માંગે છે.


