- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ
- પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
- ઈશાન કિશનને ભારતીય ટીમમાં વાપસી કરવી મુશ્કેલ
ભારતે અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 સિરીઝની પ્રથમ મેચ જીતી લીધી છે. આ સિરીઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રમાશે. ટીમમાં ઈશાન કિશનની ગેરહાજરી કરોડો ચાહકોના મનમાં એક મોટો પ્રશ્ન ઉઠાવી રહી છે. કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં ઈશાનની ગેરહાજરી વિશે જવાબ આપ્યો છે. ઈશાન કિશને પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
ઈશાન કિશનની ગેરહાજરી
ભારતના સ્ટાર ખેલાડી ઈશાન કિશનને અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં જગ્યા મળી નથી. ભારતની અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. ભારતે અફઘાનિસ્તાન સામેની 3 મેચમાંથી પ્રથમ મેચ જીતી લીધી છે. તેમ છતા ટીમમાં ઈશાન કિશનની ગેરહાજરીથી કરોડો ચાહકોના મનમાં એક મોટો પ્રશ્ન ઉઠાવી રહી છે. આ માટે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમા તેમણે ઈશાન કિશનના ચાહકોના સવાલોના જવાબ આપ્યા હતા.
રાહુલ દ્રવિડે ઈશાન કિશન વિશે શું કહ્યું ?
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ઈશાન કિશનને ટીમમાં જગ્યા મળી નથી. ઈશાને પોતે સાઉથ આફ્રિકા સિરીઝ વચ્ચે માનસિક થાકને કારણે બ્રેક લીધો હતો. તે પછી ઈશાન રમવા માટે તૈયાર છે કે નહીં તે અંગે અમને કોઈ માહિતી મળી નથી. વધુમાં રાહુલ દ્રવિડે કહ્યું કે, જો તે રમવા માટે તૈયાર હોય તો તેણે પહેલા ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. જેથી અમને ખબર પડે કે તે T20 સિરીઝમા રમવા માટે તૈયાર છે. રાહુલ દ્રવિડના આ નિવેદન પર ઈશાન કિશને પોતાનું મૌન તોડ્યું છે.
ઈશાન કિશનનો જવાબ
ઈશાન કિશને રાહુલ દ્રવિડના નિવેદન પર શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઈશાન કિશન યોગા કરતો, મેદાનમાં દોડતો, અને પોતાની ફિટનેસ પર સતત કામ કરતો દેખાઈ રહ્યો છે. આ સિવાય તે એક્સરસાઇઝ કરતો પણ જોવા મળી રહ્યો છે. રાહુલ દ્રવિડના સવાલ પર ઈશાન કિશને વીડિયો દ્વારા જવાબ આપ્યો છે. તે જણાવવા માગે છે કે, તે રમવા માટે તૈયાર છે.


