- ભારતે બીજી T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
- ભારતે 3 મેચની T20 સિરીઝમાં 2-0થી લીડ મેળવી
- રોહિત શર્મા આજે ફરી એકવાર શૂન્યના સ્કોર પર આઉટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી બીજી T20માં ભારતની 6 વિકેટ જીત થઈ છે. ટોસ હારીને બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાન ટીમે 20 ઓવર બાદ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતીય ટીમને 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે સિરીઝમાં 2-0થી લીડ મેળવી છે. રોહિત શર્મા આજે ફરી એકવાર શૂન્યના સ્કોર પર આઉટ થયો છે. રોહિત આજે પણ ખાતું ખોલાવી શક્યો ન હતો અને પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર પર બોલ્ડ થયો હતો.
રોહિત પ્રથમ T20 રનઆઉટ થયો હતો
અફઘાનિસ્તાનના બોલર ફઝલ હક ફારૂકીએ રોહિત શર્માને બોલ્ડ કર્યો છે. તેવી જ રીતે બીજી T20 મેચમાં પણ રોહિતનો ફ્લોપ શો ચાલુ રહ્યો છે. સિરીઝની પ્રથમ મેચમાં પણ રોહિત શર્મા શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. રોહિત પ્રથમ ટી20માં બીજા બોલ પર રન આઉટ થયો હતો, પરંતુ આજે રોહિત પ્રથમ બોલ પર આઉટ થયો હતો. પ્રથમ ટી20માં રોહિત શર્મા રનઆઉટ થયો ત્યારે શુભમન ગિલને જવાબદાર ગણવામાં આવી રહ્યો હતો. આ માટે ગિલને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થવું પડ્યું હતું, પરંતુ આજે રોહિત કોઈ બીજાના કારણે આઉટ નથી થયો, બલ્કે તે પોતે જ બોલ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ચાહકો કહે છે કે આજે રોહિત શર્મા કોને દોષ આપશે?
T20 વર્લ્ડ કપમાં રમવા પર સવાલ
રોહિત શર્માનું પ્રદર્શન ચાહકો માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા છેલ્લી સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શને ટીમની ચિંતા વધારી દીધી છે. રોહિત શર્મા વિશે સતત ચર્ચા થઈ રહી છે કે તેણે T20 વર્લ્ડ કપ રમવો જોઈએ કે નહીં. આ ચર્ચાઓ વચ્ચે રોહિત શર્માનો ફ્લોપ શો ઘણા સવાલો ઉભા કરી રહ્યો છે. હવે T20 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માની માત્ર એક મેચ બાકી છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં રોહિતનું બેટ શું કમાલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.


