- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મચની ટેસ્ટ સિરીઝ
- શોએબ બશીરને ભારત આવવા માટે વિઝા મોડા મળ્યા
- ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર વિઝા અંગે આપી પ્રતિક્રિયા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ઈંગ્લેન્ડના એક ખેલાડીને આ મેચમાં સ્થાન ન મળી શક્યું કારણ કે તેને ભારતના વિઝા મળી શક્યા ન હતા. તે ખેલાડી છે પાકિસ્તાની મૂળનો સ્પિનર શોએબ બશીર. શોએબ પાકિસ્તાની મૂળનો હોવાને કારણે તેના વિઝા અટકી ગયા હતા. યુએઈમાં ઈંગ્લેન્ડની ટીમના કેમ્પ દરમિયાન તેને લંડન જઈને ભારતીય દૂતાવાસમાંથી વિઝા લેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે ગયો નહીં, આ પછી મામલો વધી ગયો જ્યારે તે ઇંગ્લિશ ટીમ સાથે ભારત જઈ શક્યો નહીં.
વિઝા મુદ્દે નવું અપડેટ
હવે આ મામલે એક નવું અપડેટ આવ્યું છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બુધવારે માહિતી આપી કે શોએબ બશીરને વિઝા મળી ગયા છે. તે આ સપ્તાહના અંત સુધીમાં એટલે કે શનિવાર સુધીમાં હૈદરાબાદમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાઈ જશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં ગુરુવારથી સોમવાર (25 થી 29 જાન્યુઆરી) દરમિયાન રમાશે. તે પ્રથમ ટેસ્ટ ટીમનો ભાગ બની શક્યો ન હતો. હવે એવી પૂરી આશા છે કે બશીર 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી ટેસ્ટ માટે ટીમમાં ઉપલ્બધ હશે. એક તરફ શોએબને વિઝા મળી ગયા છે તો બીજી તરફ મીડિયા અને ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ આ અંગે પોતાની વાહિયાત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વોન અને ટફનેલે ખ્વાજાનો મુદ્દો ઉઠાવ્યો
ઈંગ્લેન્ડના મીડિયાએ આ મુદ્દે નવો વિવાદ ઊભો કર્યો હતો. આ અંગે અંગ્રેજ પત્રકારો કહી રહ્યા હતા કે ઇંગ્લેન્ડની ટીમે ટેસ્ટ મેચ રમવાનો ઇનકાર કરવો જોઇએ. આ સિવાય હવે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોન અને ફિલ ટફનેલે ટેલિગ્રાફના પોડકાસ્ટમાં આ મુદ્દાને તદ્દન ‘અપમાનજનક’ ગણાવ્યો છે. એટલે કે તે કહેવા માંગે છે કે આ ખેલાડી સાથે જે પણ થયું તે ખરાબ હતું. પાકિસ્તાની મૂળના હોવાને કારણે આ યુવા ખેલાડીને આ પરિસ્થિતિમાંથી પસાર થવું ન જોઈએ. હવે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરો આ વાત કહી રહ્યા છે. પરંતુ કદાચ તેઓ જાણતા નથી કે આ ટીમ ઘણા સમય પહેલા જારી કરવામાં આવી હતી અને ભારતમાં પાકિસ્તાની નાગરિકો માટે વિઝાના નિયમો કડક છે.
ઉસ્માન ખ્વાજાનો મુદ્દો યાદ આવ્યો
બંને ઈંગ્લિશ ક્રિકેટરોએ ઉસ્માન ખ્વાજાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના ભારત પ્રવાસ દરમિયાન કાંગારૂ ખેલાડીઓને પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા ખરાબ રહ્યા છે. આ જોતા બંને દેશો વચ્ચે પ્રવાસ માટેના વિઝા નિયમો થોડા કડક છે. તેથી જ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બાકીના ખેલાડીઓ આરામથી ભારત આવે છે. જ્યારે ઉસ્માન ખ્વાજાએ પહેલા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને હવે બશીરને પણ આનો સામનો કરવો પડ્યો છે. જોકે, તેને વારંવાર UAEથી UK જવા અને ભારતીય દૂતાવાસમાં જઈને વિઝા લેવાનું કહેવામાં આવતું હતું. પરંતુ તે પોતે મોડો પડ્યો હતો અને તેના કારણે તે પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં.
શું છે સમગ્ર વિઝા વિવાદ?
શોએબ બશીર પાકિસ્તાની મૂળના ક્રિકેટર છે. કોઈપણ વિદેશી ક્રિકેટર માટે ભારત આવવા માટે અલગ-અલગ નિયમો છે. પાકિસ્તાનીઓ માટે નિયમો થોડા કડક છે. આવી સ્થિતિમાં, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ભારત આવતા પહેલા યુએઇમાં પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે શોએબને કહેવામાં આવ્યું હતું કે તે યુકેમાં ભારતીય દૂતાવાસમાંથી તેના વિઝા મેળવી શકે છે. પરંતુ તે યુકે ગયો ન હતો અને તેથી તેને ભારતના વિઝા મળ્યા ન હતા. જ્યારે તેને પરવાનગી ન મળી ત્યારે તે ઈંગ્લેન્ડ પાછો ગયો અને તેના વિઝા મેળવ્યા હતા. આ પછી તેને વિઝા મળી ગયા. હવે તે ઈંગ્લેન્ડ તરફથી બીજી ટેસ્ટ મેચ રમવા માટે ઉપલબ્ધ થઈ શકે છે.


