- ભારતે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું
- જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ પસંદ કરાયો
- બુમરાહે આ મેચની બંને ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી
ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 292 રનમાં સમેટાઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હતી. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે.
ટીમ ઈન્ડિયાને WTC પોઈન્ટ ટેબલમાં ફાયદો
ટીમ ઈન્ડિયાને સિરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં ઘણું નુકસાન થયું હતું અને ટીમ ઈન્ડિયા બીજા સ્થાનેથી સીધી પાંચમા સ્થાને
આ સિવાય ઈંગ્લેન્ડની ટીમ આઠમા નંબર પર છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન ટીમ હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. સાઉથ આફ્રિકા ત્રીજા, ન્યુઝીલેન્ડ ચોથા અને બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે.
અશ્વિન-બુમરાહની ખતરનાક બોલિંગ
બીજી ટેસ્ટ મેચમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિન બોલર આર અશ્વિને ભારતીય ટીમ માટે શાનદાર બોલિંગ કરી હતી. બીજી ઇનિંગમાં આ બંને બોલરોએ 3-3 વિકેટ ઝડપી હતી. બુમરાહે પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપી હતી. જેના કારણે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 253 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રીત બુમરાહે આ મેચની બંને ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી હતી. બુમરાહના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો છે.


