ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ પૂણેના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે અને ચોથી T20 મેચ જીત્યા બાદ તેની નજર સિરીઝ જીતવા પર હશે. છેલ્લી મેચમાં ભારતીય ટીમનો 26 રને પરાજય થયો હતો. તે સમયે હાર્દિક પંડ્યા સિવાય ટીમનો કોઈ બેટ્સમેન સ્થિર બેટિંગ કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે રન બનાવવાની જવાબદારી લેવી પડશે.


