- રાંચીમાં આજે તાપમાન 12-22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા
- જો આજે વરસાદની સ્થિતિ બને છે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધશે
- ધ્રૂવ જુરેલ ક્રીઝ પર ટકી રહેશે તો ટીમ ઈન્ડિયાની મેચમાં વાપસી શક્ય
રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી સીરીઝની ચોથી ટેસ્ટ પર વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે. આજે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને સાથે જ મેચ બગડે તેવી શક્યતાઓ પણ છે. જો કે ફેન્સ નહીં ઈચ્છે કે ચાલુ મેચમાં વરસાદ વિઘ્ન બને. આજે ભારતીય ટીમની શરૂઆત જુરેલ સાથે થશે. ગઈકાલે મેચ ખતમ થવા સુધી જુરેલે 30 રન નાબાદ બનાવ્યા હતા. જો આજે તે ટકી રહેશે તો ટીમ ઈન્ડિયા રાંચીની ટેસ્ટમાં વાપસી કરી શકે છે.
આજે વરસાદની કેટલી શક્યતા
રાંચીમાં આજે 45 ટકા વરસાદની શક્યતા છે. આ સિવાય રાંચીમાં આજે તાપમાન 12-22 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. આ સિવાય એમ પણ કહેવાય છે કે જો વરસાદ આવશે તો લાંબો સમય રહેશે નહીં. એવામાં ફેન્સને મેચ પૂરી થવાની આશા છે.
134 રનથી પાછળ છે ટીમ ઈન્ડિયા
બીજા દિવસે મેચ ખતમ થઈ ત્યાં સુધી ભારતીય ટીમે 7 વિકેટના નુકસાને 219 રન બનાવ્યા. આ સાથે આ ઈનિંગ મુશ્કેલ બની. યશસ્વી સિવાય કોઈ અન્ય બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્યો નહીં. યશસ્વીએ સૌથી વધુ 73 રનની ઈનિંગ રમી. જુરેલ 30 રન અને કુલદીપ યાદ 17 રને નાબાદ રહ્યા. એવામાં ટીમ ઈન્ડિયાને આ જોડીથી વધુ આશા છે.
ઈંગ્લેન્ડની તરફથી બોલિંગ કરતા શોએબ બશીરે 4 વિકેટ લીધી. શોએબ બશીરના બોલનો સામનો ભારતીય બેટ્સમેન કરી શક્યા નહીં. આ સિવાય ટૉમ હાર્ટલેએ 2, જેમ્સ એન્ડરસને 1 વિકેટ લીધી હતી.


