ભારત સામે શરુ થનારી 5 ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 20 જૂનથી શરુ થશે.
પાંચ સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈથી રમાશે. ટીમમાં યુવા ખેલાડીઓ સિવાય સીનિયર ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. પહેલી ટેસ્ટ મેચ માટે ટીમમાં કુલ 14 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
બેન સ્ટોક્સને મળી કેપ્ટનશિપ
બેન સ્ટોક્સને આ સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ ગુસ એટકિન્સનને પહેલી ટીમમાં સ્થાન મળ્યું નથી. હાલમાં જ રમાયેલી ઝિમ્બાબ્વે સામેની એક મેચની ટેસ્ટ સિરીઝમાં ગુસ એટકિન્સન ઈજાગ્રસ્ત થયો હતો. ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે, જેકબ બેથલ અને ક્રિસ વોક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ ખેલાડીઓ છેલ્લે ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમમાં સામેલ હતા. જેમી ઓવરટન જૂન 2022માં હેડિંગ્લેમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની ટેસ્ટ કેપ મેળવ્યા બાદ ટીમમાંથી ગાયબ હતો. પરંતુ ભારત સામે પહેલી ટેસ્ટ મેચ માટે ટીમમાં તેનું સિલેક્શન કરવામાં આવ્યું છે.
ભારત સામે રમનારી ટેસ્ટ સિરીઝ ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સે, સેમ કરન, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.
ઈંગ્લેન્ડ સામે ભારતની ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ
20-24 જૂન 2025 – પહેલી ટેસ્ટ, હેડિંગ્લે
2-6 જુલાઈ 2025 – બીજી ટેસ્ટ, અજબેસ્ટન
10-14 જુલાઈ 2025 – ત્રીજી ટેસ્ટ, લોર્ડસ
23-27 જુલાઈ 2025 – ચોથી ટેસ્ટ, ઓલ્ડ ટ્રેફર્ડ
31 જુલાઈ – 4 ઓગસ્ટ 2025 – પાંચમી ટેસ્ટ, ઓવલ
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડ, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.