- કોહલી રમતા તો મારું સૌભાગ્ય હોતઃ જેમ્સ એંડરસન
- તે મહાન ખેલાડી સાાથે રમવું મારા માટે ચેલેન્જિંગ કામ
- મને દિગ્ગજ ખેલાડી સાથે રમવું અને બોલિંગ કરવું પસંદઃ એંડરસન
ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેમ્સ એંડરસનને ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનો ડર સતાવી રહ્યો છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડની મેચમાં ટીમથી બહાર છે શરૂઆતના સમયે કોહલીને આ મેચમાં સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ કેટલાક પર્સનલ કારણોને લઈને તેઓએ પોતાનું નામ પરત લઈ લીધું છે. આ પછી અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે કોહલી ત્રીજી ટેસ્ટમાં પરત ફરશે કે કેમ. હવે આશા રાખવામાં આવી રહી છે કે કોહલી સીરીઝના આખરી મુકાબલામાં પરત ફરી શકે છે કેમકે તે 5મી મેચમાં ટીમથી બહાર છે. તેને લઈને એંડરસને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ઈંગ્લેન્ડના ફેન્સ વિરાટને 5મી ટેસ્ટ મેચ ન રમવા માટે ધન્યવાદ કહી રહ્યા છે.
કોહલી સામે રમવું પડકારજનક
એંડરસને કહ્યું કે જો કોહલી રમ્યો હોત તો મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત હોત. મને મહાન બેટ્સમેન સામે રમવું અને તેની સામે બોલિંગ કરવું ગમે છે. તે ઘણો મોટો ખેલાડી છે. જો તે આવી સ્થિતિમાં રમ્યો હોત તો મને અંગત રીતે તે ઘણું ગમ્યું હોત. તે આટલો મહાન ખેલાડી છે, તેની સામે રમવું મારા માટે ખૂબ જ પડકારજનક છે. તેણે કોહલી સાથે કેટલીક વખતની ગરમાગરમી અંગે પણ વાત કરી છે. તેણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોહલી સાથે ઝઘડો થયો છે, પરંતુ તે વ્યક્તિગત નથી.
2014માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં કોહલીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું
વર્ષ 2014માં જ્યારે ભારત ઈંગ્લેન્ડના પ્રવાસે ગયું હતું ત્યારે વિરાટ કોહલી માટે આ સમયગાળો ખૂબ જ ખરાબ હતો. આ પ્રવાસમાં વિરાટ કોહલીનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આ સીરીઝ 5 મેચની હતી, પરંતુ આ સીરીઝ દરમિયાન કોહલીનું બેટ શાંત રહ્યું હતું. કિંગ કોહલીએ આ 5 મેચમાં એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે 13.50ની એવરેજથી સ્કોર કર્યો. આ સમયગાળા દરમિયાન જેમ્સ એંડરસન પણ ટીમનો એક ભાગ હતો અને તેણે કોહલીને તેની બોલિંગથી ઘણો પરેશાન કર્યો હતો. ઈંગ્લેન્ડે આ શ્રેણી 3-1થી જીતી લીધી હતી. 4 વર્ષ બાદ વર્ષ 2018માં ભારતે ફરી એકવાર ઈંગ્લેન્ડની મુલાકાત લીધી હતી. આ સીરીઝમાં એવું લાગી રહ્યું છે કે જાણે કોહલીના બેટમાં જુસ્સો જોવા મળ્યો છે. કોહલીએ આ સીરીઝમાં પોતાના અગાઉના સ્કોર સાથે બરાબરી કરી લીધી હતી.
2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોહલીનો દબદબો
વિરાટ કોહલી 2018ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. કોહલીએ આ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનથી તેણે બતાવ્યું કે ક્યારેક ખરાબ સમય આવે છે, પરંતુ આખરે વિજેતા રાજા જ હોય છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની 5મી અને છેલ્લી મેચ 7 માર્ચથી 11 માર્ચ વચ્ચે રમાશે. શ્રેણીની અત્યાર સુધી 4 મેચ રમાઈ છે. ભારતે આમાંથી 3 મેચ જીતી છે.


