ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે, જેની પહેલી મેચ 20 જૂનથી રમાશે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયા ખૂબ પરસેવો પાડી રહી છે. ટીમના તમામ ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય વિકેટકીપર બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન રિષભ પંતે પોતાના ઝડપી શોટથી સ્ટેડિયમની છત તોડી નાખી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રિષભ પંતનો જોરદાર શોટ
વીડિયોમાં જોઈ શકાય છે કે રિષભ પંત નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરના બોલ પર ઝડપી શોટ રમે છે. પંતનો હવાઈ ફાયર શોટથી બોલ સ્ટેડિયમની છત તોડી નાખે છે. આ પછી રવિન્દ્ર જાડેજા સાથે સુંદર બોલને જોતા રહે છે. રિષભ પંત તેની ધાકડ બેટિંગ માટે જાણીતો છે. ઈંગ્લેન્ડ સામે તેનો રેકોર્ડ પણ શાનદાર છે. રિષભ પંતે તેની છેલ્લી IPL 2025 મેચમાં RCB સામે શાનદાર સદી રમી હતી. પરંતુ LSGને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈંગ્લેન્ડ સામે રિષભ પંતનો રેકોર્ડ
રિષભ પંતે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ સામે 12 ટેસ્ટ મેચમાં 39.05ની એવરેજથી 781 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 3 સદી પણ ફટકારી છે. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 2 ઈનિંગ્સમાં રિષભ પંતે 146 અને 57 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. જો આપણે તેના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેને 42.11ની એવરેજથી 2948 રન બનાવ્યા છે, જેમાં 6 સદીનો સમાવેશ થાય છે.
ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડ, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ભારત સામે રમનારી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સે, સેમ કરન, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.
ઈંગ્લેન્ડ સામે ભારતની ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ
20-24 જૂન 2025 – પહેલી ટેસ્ટ, હેડિંગ્લે, લીડ્સ
2-6 જુલાઈ 2025 – બીજી ટેસ્ટ, અજબેસ્ટન, બર્મિંઘમ
10-14 જુલાઈ 2025 – ત્રીજી ટેસ્ટ, લોર્ડસ, લંડન
23-27 જુલાઈ 2025 – ચોથી ટેસ્ટ, ઓલ્ડ ટ્રેફર્ડ, માનચેસ્ટર
31 જુલાઈ – 4 ઓગસ્ટ 2025 – પાંચમી ટેસ્ટ, ઓવલ, લંડન