ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે મિક્સ્ડ ડિસેબિલિટી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCCI) એ જૂન અને જુલાઈ 2025 માં ઈંગ્લેન્ડમાં યોજાનારી સાત મેચની T20 સિરીઝ માટે ભારતીય પુરુષ મિક્સડ ડિસેબિલિટી ટીમની જાહેરાત કરી છે.
આ સિરીઝ માટે મુખ્ય ટીમમાં 16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય 4 ખેલાડીઓને રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
7 મેચની રમાશે આ સિરીઝ
મિક્સ્ડ ડિસેબિલિટી વાઈટાલિટી T20 સિરીઝની પહેલી મેચ 21 જૂન 2025ના રોજ ટોનટન ખાતે રમાશે, ત્યારબાદ બીજી મેચ 23 જૂને વોર્મ્સલી ખાતે રમાશે. સિરીઝનો અંત 3 જુલાઈના રોજ બ્રિસ્ટલમાં સાંજે 6:30 વાગ્યે ભારતીય સમય મુજબ સાતમી T20I મેચ સાથે થશે. આ સિરીઝ માટે રવિન્દ્ર ગોપીનાથ સાનેને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે વાઈસ-કેપ્ટનની જવાબદારી વીરેન્દ્ર સિંહને સોંપવામાં આવી છે.
આ પ્રમાણે છે ભારતીય ટીમ
રવિન્દ્ર ગોપીનાથ સાને (કેપ્ટન) (પીડી)
વીરેન્દ્ર સિંહ (વાઈસ-કેપ્ટન) (બધિર)
રાધિકા પ્રસાદ (પીડી)
રાજેશ ઈરપ્પા કન્નુર (પીડી)
યોગેન્દ્ર સિંહ (વિકેટકીપર)
નરેન્દ્ર મંગોર (પીડી)
વિક્રાંત રવિન્દ્ર કેની (પીડી)
સાઈ આકાશ (બધિર)
ઉમર અશરફ (બધિર)
સંજુ શર્મા (બધિર)
અભિષેક સિંહ (બધિર)
વિવેક કુમાર (બધિર)
વિકાસ ગણેશકુમાર (આઈડી)
પ્રવીણ નેલવાલ (આઈડી)
ઋષભ જૈન (ID)
તરુણ (આઈડી)
રિઝર્વ ખેલાડીઓ:
માજિદ મૈગર (પીડી)
કુલદીપ સિંહ (બધિર)
કૃષ્ણ ગૌડા (બધિર)
જીતેન્દ્ર નાગરાજુ (પીડી)
મિક્સ્ડ ડિસએબિલિટી વાઈટાલિટી T20 સિરીઝ શેડ્યૂલ
| નંબર | વાર | તારીખ | સ્થળ | સમય |
| 1 | શનિવાર | 21 જૂન | ટોનટન | સાંજે 6:30 વાગ્યે |
| 2 | સોમવાર | 23 જૂન | વોર્મ્સલી | સાંજે 5:00 વાગ્યે |
| 3 | બુધવાર | 25 જૂન | લોર્ડ્સ | બપોરે 3:30 વાગ્યે |
| 4 | શુક્રવાર | 27 જૂન | વોર્સેસ્ટર | સાંજે 5:00 વાગ્યે |
| 5 | રવિવાર | 29 જૂન | વોર્સેસ્ટર | બપોરે 2:30 વાગ્યે |
| 6 | મંગળવાર | 1 જુલાઈ | બ્રિસ્ટલ | બપોરે 2:00 વાગ્યે (ડબલ હેડર) |
| 7 | ગુરુવાર | 3 જુલાઈ | બ્રિસ્ટલ | સાંજે 6:30 વાગ્યે |


