ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. ભારતે T20 સિરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું છે. શનિવારે ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત મેળવી છે. જીત માટે તિલક વર્માએ વિસ્ફોટક અડધી સદી ફટકારી. ભારતની શરૂઆત ખરાબ રહી. પરંતુ તિલક એક છેડો મજબૂતીથી પકડી રાખ્યો અને મેચ જીતી.
ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. આ જીત સાથે, તેઓએ સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં, તિલકની ઇનિંગ્સના આધારે ભારતનો વિજય થયો. ભારતે પહેલી T20 મેચ પણ જીતી લીધી. ભારતે પાંચ મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો કયા 3 ખેલાડીઓ હતા.
તિલક વર્મા
આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો તિલક વર્મા હતો. તેને 55 બોલમાં 72 રનની ઈનિંગ રમી. આ મેચમાં તેને ઈંગ્લેન્ડના જડબામાંથી જીત છીનવી લીધી. પોતાની ઈનિંગ દરમિયાન તેને 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. પોતાની ઈનિંગ દરમિયાન તિલક વર્માએ સુંદર, બિશ્નોઈ અને અર્શદીપ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી.
વોશિંગ્ટન સુંદર
સુંદરે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કર્યું. તેને એક ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી. આ સિવાય તેને 19 બોલમાં 26 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન, તેને તિલક વર્મા સાથે એક મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી.
અક્ષર પટેલ
ટીમ ઈન્ડિયાની આ રોમાંચક જીતમાં વાઈસ-કપ્તાન અક્ષર પટેલે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેને બટલરને આઉટ કર્યો. આ મેચમાં બટલર 45 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય તેને ખતરનાક લિવિંગસ્ટોનને આઉટ કર્યો. તેની શાનદાર બોલિંગને કારણે ઈંગ્લેન્ડની ટીમ મોટો સ્કોર કરી શકી નહીં.


