ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝ પહેલા “પટૌડી ટ્રોફી” તરીકે જાણીતી હતી, પરંતુ હવે તેનું નામ બદલી નાખવામાં આવશે.
પરંતુ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ ટ્રોફીનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. ECBએ માર્ચમાં પટૌડી પરિવારને પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ હવે આ ટ્રોફીને રિટાયર કરવા માંગે છે.
સિરીઝનું બદલાશે નામ
હવે આ ઐતિહાસિક સિરીઝને એક નવું નામ આપવામાં આવ્યું છે ‘તેંડુલકર-એન્ડરસન ટ્રોફી’. આ નામ ક્રિકેટ જગતના બે દિગ્ગજ ખેલાડ સચિન તેંડુલકર અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના સન્માનમાં રાખવામાં આવ્યું છે. આ નિર્ણય ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખાસ ગિફ્ટ માનવામાં આવી રહી છે.
સચિન તેંડુલકરે પોતાના ક્રિકેટ કરિયરમાં લાંબા સમય સુધી શાનદાર પ્રદર્શન કર્યું અને દુનિયાભરમાં કરોડો ફેન્સનું દિલ જીત્યું. તે વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં ઘણાં રેકોર્ડ બનાવી ચૂક્યો છે. જ્યારે જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટ બોલર વચ્ચે પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ફાસ્ટ બોલર છે અને હજુ પણ રમી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થનારી આ ટેસ્ટ સિરીઝ હવે ‘તેંડુલકર-એન્ડરસન ટ્રોફી’ના નામથી ઓળખવામાં આવશે. આ સિરીઝની પહેલી મેચ 20 જૂને હેડિંગ્લેના મેદાન પર રમાશે. ECBએ આ ટ્રોફીના નવા નામની જાહેરાત આ સિરીઝ શરુ થશે તે પહેલા કરશે.
ભારત સામે રમનારી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સે, સેમ કરન, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.
ઈંગ્લેન્ડ સામે ભારતની ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ
20-24 જૂન 2025 – પહેલી ટેસ્ટ, હેડિંગ્લે
2-6 જુલાઈ 2025 – બીજી ટેસ્ટ, અજબેસ્ટન
10-14 જુલાઈ 2025 – ત્રીજી ટેસ્ટ, લોર્ડસ
23-27 જુલાઈ 2025 – ચોથી ટેસ્ટ, ઓલ્ડ ટ્રેફર્ડ
31 જુલાઈ – 4 ઓગસ્ટ 2025 – પાંચમી ટેસ્ટ, ઓવલ
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડ, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.