ફલોદી સટ્ટા બજારે ભારત-પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચને લઈને કરી મોટી ભવિષ્યવાણી કરી છે જેમાં મેચ શરૂ થાય તે પહેલા જ કોણ જીતશે? તેને લઈ સૌ કોઈના મનમાં સવાલો ઉભા થયા છે,સમગ્ર વિશ્વની નજર ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પર ટકેલી છે. આ શાનદાર મેચને લઈને ચાહકોમાં આતુરતા છે કે આજની મેચ કોણ જીતશે. સ્પર્ધા પર માત્ર ચાહકોની નજર જ નથી, પરંતુ સટ્ટાબજારનું વાતાવરણ પણ આ સમયે ગરમ બન્યું છે.
મેચ દુબઈમાં થઈ ગઈ શરૂ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની શાનદાર મેચ આજે બપોરે 2.30 વાગે શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમામની નજર ભારત-પાકિસ્તાનની આ મહાન ટક્કર પર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ શરૂ થાય તે પહેલા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે નવી કિંમત જાહેર કરી છે.સટ્ટા બજારને ભારતની જીત અંગે વિશ્વાસ છે.
2017માં પાકિસ્તાન જીત્યું હતું
તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન માત્ર 5 વખત ટકરાયા છે. ગત વખતે બંને ટીમો 2017ની ફાઇનલમાં એકબીજા સાથે રમી હતી, જેમાં પાકિસ્તાને જીત મેળવીને ટ્રોફી જીતી હતી. આવી સ્થિતિમાં, આ વખતે સટ્ટા બજારને ભારતની જીત પર વિશ્વાસ છે.રિપોર્ટ અનુસાર, ફલોદી સટ્ટા બજારે ભારતની જીત જાહેર કરી છે. ભારતની જીતનો દર 42-45 પૈસા આપવામાં આવ્યો છે. મતલબ કે ભારતીય ટીમની જીત પર એક લાખ 42 હજાર રૂપિયા મળશે. જ્યારે પાકિસ્તાન જીતે છે તો 45 હજાર રૂપિયાના રોકાણ પછી તમને 1 લાખ 10 હજાર રૂપિયા મળશે.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન ટીમ
ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (WK/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.
ભારતની પ્લેઈંગ ઈલેવન ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.


