દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટી ખાતે ટેસ્ટ મેચનો પાંચમો અને અંતિમ દિવસ ટીમ ઈન્ડિયા સામે મેચ બચાવવાનો મોટો પડકાર લઈને આવ્યો છે.
ઈન્ડિયા સામે મેચ બચાવવાનો પડકાર
ટીમ ઇન્ડિયા માટે ગુવાહાટીમાં જીત માટે આકરા ચઢાણ સાબિત થયા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ તેના અંતિમ દિવસે પહોંચી ગઈ છે, અને દક્ષિણ આફ્રિકાએ ચોથા દિવસે 260 રન પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો, જેનાથી ભારતને 549 રનનો અશક્ય લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ભારતીય ક્રિકેટ રસિકોની આશા મુજબ ટીમ ઈન્ડિયા પ્રદર્શન કરવામાં સફળ ન થઈ શકી અને ટીમ ઈન્ડિયા બે વિકેટે માત્ર 27 રન ગુમાવી દીધી હતી.
ગુવાહાટીમાં જીત માટે વિશાળ સ્કોર
ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પ્રથમ ટેસ્ટ મેચથિજ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા પર દબાણ વધારી દીધું હતું. પ્રથમ ટેસ્ટ મેચમાં, પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારત સામે , 489 રનનો વિશાળ સ્કોર ખડકી મૂક્યો હતો. દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી એવા સેનુરન મુથુસામીએ શાનદાર સદી ફટકારી હતી, જ્યારે માર્કો જાન્સને પણ 93 રન બનાવ્યા હતા. માર્કો જાન્સને ટીમ માટે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાની છ વિકેટ લીધી હતી.
ટીમ ઇન્ડિયાના ઓપનર નિષ્ફળ રહ્યા
એક તરફ દક્ષિણ આફ્રિકાએ ભારત સામે તોફાની ફટકાબાજી કરીને વિશાળ સ્કોર ખડકી મૂક્યો હતો ત્યારે ટીમ ઇન્ડિયાએ તેના બંને ઓપનર, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને ખુબજ સસ્તામાં પેવેલીયન ભેગા થતાં જોવા પડ્યા હતા. જોકે સાઈ સુદર્શન અને કુલદીપ યાદવ ક્રીઝ પર હતા પરંતુ આખરે સાઈ સુદર્શનનો પણ સંઘર્ષ પૂરો થયો અને સિમોન હાર્મરે પણ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી અને તેનો શિકાર સુંદર બન્યો.


