- પાકિસ્તાન અને ચીનને કાબૂ રાખવા ભારતને મળશે સાયલન્ટ કિલર
- આ ડ્રોન પાકિસ્તાન અને ચીન વચ્ચે સર્વેલન્સ, એટેકની કામગીરી કરશે
- ઉપરાંત પ્રીડેટર ડોન દરિયાઈ વિસ્તારોમાં ચાંપતી નજર રાખશે
ભારતના પાડોસી દુશ્મનો એવા ચીન અને પાકિસ્તાનને કાબૂ કરવા હવે અમેરિકાથી વિશેષ પ્રીડેટર ડોન મળશે. જેનાથી બંને દેશોને સારી રીતે કાબૂ કરી શકાશે. અમેરિકાના જનરલ એટોમિક્સમાંથી 31-MQ9B પ્રિડેટર ડ્રોન્સ લેવા માટે બાઈડેન વહીવટીતંત્રે સંરક્ષણ મંત્રાલયને એક પત્ર (LOA)મોકલીને ભારત અને યુએસએ સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવ્યો છે. આ પછી ભારતની સૈન્ય શક્તિ અનેક ગણી વધી જશે. આનાથી ભારતને માત્ર સરહદોની દેખરેખમાં જ મદદ મળશે નહીં પરંતુ તે દરિયાઈ વિસ્તારો પર પણ ચાંપતી નજર રાખશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 1 ફેબ્રુઆરીએ ડ્રોન ડીલની સૂચના પ્રસિદ્ધ કરી હતી. આ છેલ્લો LOA ભારત સાથેના યુએસ કરાર અંગે સાંસદો તરફથી કોઈ વીટો ન હોવાના કારણે મોકલવામાં આવ્યો છે.
આ રીતે ડીલનો અભ્યાસ કરવામાં આવશે
હવે જ્યારે અંતિમ મંજૂરી પત્ર મળી ગયો છે, ત્યારે ભારતીય નૌકાદળ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ સંતોષકારક ભાવ મળ્યા બાદ તેને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મારફત CCSને મોકલવામાં આવશે. સશસ્ત્ર દળો વચ્ચેના કરાર મુજબ, ભારતીય નૌકાદળને 16 MQ 9B ડ્રોન અને ભારતીય સેના અને ભારતીય વાયુસેનાને આઠ-આઠ ડ્રોન મળશે.
ભારતે સંપૂર્ણ એન્ક્રિપ્શન તેમજ અત્યાધુનિક પ્લેટફોર્મ માટે 171 હેલ-ફાયર AGM 114R મિસાઇલો, લેસર ગાઇડેડ બોમ્બ, મિસાઇલ લોન્ચર્સ, ગ્રાઉન્ડ સ્ટેશન્સ, એન્ટી-સબમરીન સોનોબુય અને 31 ડ્રોન ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારતનું 31 પ્રિડેટર ડ્રોનનું અધિગ્રહણ એવા સમયે થયું જ્યારે ભારતીય નૌકાદળના બે સ્કાય ગાર્ડિયન ડ્રોન (નિશસ્ત્ર પ્રિડેટર)ની લીઝ જાન્યુઆરીમાં સમાપ્ત થવા જઈ રહી હતી. તે પહેલા માર્ચ સુધી લંબાવવામાં આવ્યો હતો અને પછી આ મહિને $220-230 મિલિયનના ખર્ચે ચાર વર્ષ માટે વધુ એક્સ્ટેંશન માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ ડ્રોન પાકિસ્તાન અને ચીન વચ્ચેનું કાઉન્ટર છે
વિશ્લેષકો કહે છે કે ભારત-યુએસ MQ9B ડીલ ઈન્ડો-પેસિફિકમાં ગેમ ચેન્જર હશે, જે ચાઈનીઝ વિંગ લૂંગ II સશસ્ત્ર ડ્રોન માટે અસરકારક કાઉન્ટર તરીકે કામ કરશે. ચીને આ ડ્રોન પાકિસ્તાનને પણ વેચી દીધું છે.


