ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પહેલી મેચ 21 ડિસેમ્બરે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રીલંકાને હરાવ્યું.
પહેલા ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી અને શ્રીલંકાને મજબૂત સ્કોર કરતા અટકાવ્યું. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું અને જીત મેળવી. ભારતીય ટીમ હવે સિરીઝમાં 1-0થી આગળ છે.
શ્રીલંકાનું નિરાશાજનક પ્રદર્શન
પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 121 રન બનાવ્યા. ઓપનર વિશ્મી ગુણારત્નેએ 43 બોલમાં 39 રન બનાવ્યા, જ્યારે ચમારી અટાપટ્ટુએ 12 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને ટીમ તેમાંથી બહાર આવી શકી નહીં. ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે હસિની પરેરાએ 23 બોલમાં 20 રન બનાવ્યા, જ્યારે હર્ષિતા સમરવિક્રમાએ 23 બોલમાં 21 રન બનાવ્યા. આ સિવાય નીલકશિકા સિલ્વાએ 8 રન અને કવિશા દિલહારીએ 6 રનનું યોગદાન આપ્યું.
ભારતે હાંસલ કર્યો ટાર્ગેટ
122 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી ન હતી, શેફાલી વર્મા 5 બોલમાં 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સે ત્યારબાદ બાજી સંભાળી. બંનેએ અડધી સદીની પાર્ટનરશીપ કરી. સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં 25 રન બનાવ્યા, જ્યારે જેમીમા રોડ્રિગ્સે શાનદાર અડધી સદીની ઈનિંગ રમી.
આ રહ્યું બોલરોનું પ્રદર્શન
ભારતના લગભગ બધા બોલરોએ ઝડપી બોલિંગ કરીને વિકેટ લીધી. ક્રાંતિ ગૌડ, દીપ્તિ શર્મા અને શ્રી ચરાનીએ 1-1 વિકેટ લીધી, જ્યારે મેચમાં શ્રીલંકાના 3 બેટ્સમેન રન આઉટ થયા.
આ પણ વાંચો: Shubman Gillને T20 વર્લ્ડકપમાંથી બહાર કર્યા પછી સુનીલ ગાવસ્કરે કહી આ વાત, કહ્યું- ‘ઘરે કહો કે નજર…’


