- દુનિયભરમાં LCA-તેજસ, લાઇટ વેઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સહિત ઉત્પાદનોની ડિમાન્ડ
- નિકાસના આંકડા દર્શાવે છે કે ભારતીય ડિઝાઇન, ટેક્નોલોજી અને વિકાસ કેટલો ઉત્તમ
- 100થી વધુ કંપનીઓ કરી છે રહી છે 85થી વધુ દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ
ભારતીય સંકરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 3000 કરોડ રૂપિયાથી વધુની રક્ષા નિકાસ થઈ છે. સાથે જ દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનો થયા છે. આ વર્ષે આખી દુનિયામાં LCA-તેજસ, લાઇટ વેઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર અને અન્ય ઉત્પાદનોની ભારે ડિમાન્ડ રહી.
85 દેશોમાં ભારતીય હથિયારોની નિકાસ
ભારત હાલમાં 85 થી વધુ દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. ભારતે આખી દુનિયાને બતાવ્યું છે કે તેની ડિઝાઇન, ટેક્નોલોજી અને વિકાસ કેટલો ઉત્તમ છે. હાલમાં દેશની 100 થી વધુ કંપનીઓ અન્ય દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. આમાં હથિયારોથી લઈને એરક્રાફ્ટ, મિસાઈલથી લઈને રોકેટ લોન્ચર સુધીનો સમાવેશ થાય છે.
બ્રહ્મોસ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ સહિતની નિકાસ
જે વસ્તુઓની નિકાસ થઈ રહી છે તેમાં ડોર્નિયર-228 એરક્રાફ્ટ, 155 mm ATAGS, બ્રહ્મોસ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ, રડાર, સિમ્યુલેટર, એન્ટી-માઈન વ્હીકલ્સ, આર્મર્ડ વ્હીકલ્સ, પિનાકા રોકેટ અને લોન્ચર્સ, હથિયારો, થર્મલ ઈમેજર્સ, બોડી આર્મર, એવિઓનિક્સ અને અન્ય ઘણા નાના શસ્ત્રો અને સાધનો વસ્તુઓનો સમાવેશ થાય છે.
PIL લિસ્ટમાં 4666 ઉત્પાદિત હથિયારોનો ઉલ્લેખ
સૈન્ય બાબતોના વિભાગની પાંચમી પોઝિટિવ ઇન્ડીનાઇઝેશન લિસ્ટ (PIL)માં એવી 98 વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની નિકાસ કરવામાં આવી રહી છે. તેમાં HCS, સેન્સર, હથિયાર અને દારૂગોળાનો પણ સમાવેશ થાય છે. આ તમામ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ PILની યાદીમાં 411 સૈન્ય ઉત્પાદનો હતા. પરંતુ બાદમાં તે વધારીને 4666 થઈ ગયા હતા.
ડિફેન્સ કેપિટલ પ્રોક્યોરમેન્ટ બજેટ 75 ટકા કરવામાં આવ્યો
ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં, ડિફેન્સ કેપિટલ પ્રોક્યોરમેન્ટ બજેટમાં સ્વદેશી હિસ્સો 68 ટકા હતો. આગામી સમય માટે તે વધારીને 75 ટકા કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે એરો ઈન્ડિયા શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ભારતની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી ખોલવામાં આવી. અહી લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર બનાવવામાં આવી રહ્યા છે.
ફાઇટર જેટ ઉડાવનાર પીએમ મોદી પહેલા વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બરમાં તેજસ ટ્વીન સીટર ફાઈટર જેટ ઉડાડ્યું હતું. દેશના વડાપ્રધાને ફાઈટર જેટમાં ઉડાન ભરી હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. ત્યારબાદ, પીએમ મોદી તેજસની પ્રોડક્શન ફેસિલિટીમાં પણ ગયા હતા. ત્યાં તેની બનાવવાની પ્રક્રિયાનું નિરક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના નવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295ને પણ કમિશન્ડ કરવામાં આવ્યું છે.


