અમેરિકા આર્ટેસિયા પાર્કમાં ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી,આશરે 3000 લોકો અને ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકા અને મામા સોશિયલ ચેપ્ચર કેલિફોર્નિયા નેપાળી સમુદાય તરફથી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ડીજેના તાલે ઝુમ્યા લોકો
૩ આર્ટેસિયા શહેરના મેયર અલી તાજ અને લોસાન્જેલેસ કાઉન્ટીના કેટલાક અધિકારીઓ અને મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યાં હતા,નેપાળી અને ભારતીય સમુદાયના લોકો એકસાથે મંચ પર જોવા મળ્યા હતા અને ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી,લોસ એન્જલસ રિપબ્લિકન પાર્ટીના અગ્રણી યોગી પટેલ સાથે સાથે કોમ્યુનિટી લીડર પરમિલ શાહ નેપાળી સમુદાયના અગ્રણી દિનેશ શાહ પણ હાજર રહ્યા હતા.યોગી પટેલે હોળીના તહેવાર 2025 માટે સૌનું સ્વાગત કર્યું હતુ.


