2025નું અડધું વર્ષ પસાર થઈ ગયું અને બાકીના અડધા વર્ષનું શેડ્યૂલ પણ ટીમ ઈન્ડિયા માટે ખુબજ વ્યસ્ત રહેવાનું છે. હજી ક્રિકેટ રસિકો IPLના ખુમાર માંથી બહાર નથી આવ્યા, ત્યાંતો ભારતીય ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સાથે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ પછી, ટીમ ઈન્ડિયા ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 વનડે અને 5 ટી20 મેચ રમાશે.
IND vs NZ શ્રેણી માટે 8 શહેરો નક્કી થયા
નવા વર્ષના આરંભમાં એટલે કે 2026 ની શરૂઆત ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ ટીમનો સામે કરશે. ન્યુઝીલેન્ડની ટીમ ODI અને T20I શ્રેણી રમવા માટે ભારત આવશે. આ બંને શ્રેણી માટે હાલ 8 શહેરોને નક્કી કરવામાં આવ્યા છે, જેમાં જયપુર, મોહાલી, ઇન્દોર, રાજકોટ, ગુવાહાટી, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ અને નાગપુરનો સમાવેશ થાય છે. ODI શ્રેણીમાં કુલ 3 મેચ રમાશે જ્યારે 5 મેચની T20I શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં, 8 શહેરોને 8 મેચ માટે નક્કી કરવામાં આવ્યા છે. આવતા ટી20 વર્લ્ડ કપ પહેલા આ મુકાબલો રોમાંચક સાબિત થઈ શકે છે.
2025માં ટીમ ઈન્ડિયાનો બાકીનો શેડ્યૂલ
જૂન-ઓગસ્ટ 2025: ઈંગ્લેન્ડ વિરુદ્ધ – 5 ટેસ્ટ (WTC 2025-27)
ઓક્ટોબર 2025: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ – 2 ટેસ્ટ (WTC 2025-27)
ઓક્ટોબર-નવેમ્બર 2025: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ – 3 વનડે, 5 ટી20
નવેમ્બર-ડિસેમ્બર 2025: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ – 2 ટેસ્ટ (WTC 2025-27), 3 વનડે, 5 ટી20
2026માં ટીમ ઈન્ડિયાનો શેડ્યૂલ
જાન્યુઆરી 2026 : ન્યુઝીલેન્ડ વિરુદ્ધ – 3 વનડે, 5 ટી20
ફેબ્રુઆરી-માર્ચ 2026 : ટી20 વર્લ્ડ કપ 2026 (ભારત/શ્રીલંકા)
જૂન 2026 : અફઘાનિસ્તાન વિરુદ્ધ – 1 ટેસ્ટ, 3 વનડે
જુલાઈ 2026 : ઈંગ્લેન્ડ વિરુદ્ધ – 3 વનડે, 5 ટી20