ભારતમાં અત્યારે પાકિસ્તાન સાથેના તંગદિલીભર્યા માહોલમાંથી બહાર આવી રહ્યું છે. ગત સપ્તાહ દરમિયાન નાપાક પાકિસ્તાનની હરકતોના કારણે દેશમાં તણાવનો માહોલ હતો. જેના કારણે આઈપીએલ લીગની સ્થગિત કરવામાં આવી હતી. રવિવાર બાદથી યુદ્ધ વિરામના કારણે ફરી પાછી દેશમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીને લઈને આજે મોટી જાહેરાત કરી. વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાંથી નિવૃત્તની જાહેરાત કરી. વિરાટ કોહલની આ જાહેરાતથી તેના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. ક્રિકેટરના આ નિર્ણયને લઈને અગાઉ બીસીસીઆઈ દ્વારા પુનઃવિચારણા કરવાનું કહેવામાં આવ્યું હતું છતાં પોતાના સંન્યાસના નિર્ણય પર વિરાટ કોહલી મક્કમ રહેતા ટેસ્ટ શ્રેણીમાંથી નિવૃત્તિ લીધી છે. વિરાટે ટેસ્ટ શ્રેણીમાં અનેક શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. પોતાની આટલી લાંબી કારર્કિદીમાં ટેસ્ટ ક્રિકેટમાં વિરાટે વિરાટ સિધ્ધિ મેળવી છે. આ છે તેના નામ થયેલા રેકોર્ડ.
ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલીના નામે થયેલા રેકોર્ડ
- દિલ્હીના આ બેટ્સમેનએ ૧૨૩ ટેસ્ટમાં ૪૬.૮૫ ની સરેરાશથી ૯૨૩૦ રન બનાવ્યા છે, જેમાં ૩૦ સદીનો સમાવેશ થાય છે.
- ભારતીય બેટ્સમેન દ્વારા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન – ૨૦૧૨, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૩
- ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ સ્કોર: 254* વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2019)
- ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ સદીઓ: 20
- ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન: ૫૮૬૪
- ભારત માટે સૌથી વધુ બેવડી સદી: 7
- કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી: ૬
- ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ જીત: ૪૦
- સતત શ્રેણીમાં બેવડી સદી: ૪
- બેટિંગ રેન્કિંગમાં ભારતીય ખેલાડી દ્વારા મેળવેલા સૌથી વધુ રેટિંગ પોઈન્ટ: ૯૩૭ (૨૦૧૮)
- ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ એશિયન કેપ્ટન (૨૦૧૮-૧૯)
- કેપ્ટન તરીકે સૌથી વધુ સળંગ ટેસ્ટ શ્રેણી જીત: 9
- ઓસ્ટ્રેલિયામાં ભારતીય દ્વારા સૌથી વધુ સદી: ૭
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીનું ગતવર્ષે આયોજન થયું હતું. આ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા નહીં પરંતુ જસપ્રીત બુમરાહે કર્યું હતું. આ ટેસ્ટમાં વિરાહ કોહલી અને યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી સદી ફટકારી હતી. ગતવર્ષે નવેમ્બર મહિનામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ટેસ્ટે મેચમાં કોહલીએ સદી ફટકારતા વધુ એક પોતાના નામે કર્યો હતો. વિદેશોમાં જીતેલી મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી 8 સદી સાથે ત્રીજા સ્થાને આવ્યો છે.
પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ સદી ફટકારતા ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવ્યું. ભારત માટે જીતેલી ટેસ્ટ મેચોમાં કોહલીની આ ૧૪મી સદી હતી. ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં કોહલી હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, તેણે પૂજારાને પાછળ છોડી દીધો છે, જેણે ૧૩ સદી ફટકારી છે. ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં, સચિન તેંડુલકર 20 સદી સાથે ટોચ પર છે, જ્યારે રાહુલ દ્રવિડ 15 સદી સાથે બીજા સ્થાને છે. જો કે અન્ય ફોર્મેટમાં વિરાટ કોહલી રમત ચાલુ રાખશે.


