સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સમગ્ર મોરબી પંથકમાં લોકચાહના મેળવનારી ઈન્ડીયન લાયન્સ ક્લબ મોરબીના વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રેસીડેન્ટ ઈ.લા. રૂચિરભાઈ કારીઆ અને તેની સમગ્ર ટીમનો શપથ ગ્રહણ સમારોહ શનિવારે સાંજે ૬-૦૦ કલાકે વિરપરના કમ્ફોર્ટ રીસોર્ટમાં યોજાશે.
શપથ ગ્રહણ સમારોહમાં વિજયાબેન કટારીયા (નેશનલ સેક્રેટરી), ઈ.લા. અક્ષયભાઈ ઠકકર (નેશનલ ચેરમેન), ઈ.લા, વનરાજભાઈ ગરૈયા (વાઈસ નેશનલ ચેરમેન), ઈ. લા. હિતેષભાઈ પંડયા (ચીફ પેટર્ન), ઈ. લા. આશાબેન પંડયા(ઈમીડીએટ પાસ્ટ નેશનલ ચેર પર્સન), ડો. જયંતીભાઈ ભાડેસીયા (R.S.S. પશ્ચિમ ક્ષેત્ર સંઘ સંચાલક), પ્રદીપભાઈ વાળા (પૂર્વ નગરપત્તિ અને અગ્રણીય એડવોકેટ), ગીરીશ આર. સરૈયા (ચીફ ઓફીસર, વાંકાનેર નગરપાલીકા) ની હાજરીમાં શપથ ગ્રહણ કરશે.