શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ચોથી મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. મેચ દરમિયાન પાકિસ્તાને મોટી ભૂલ કરી જ્યાં તેમને ભૂલથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતનું રાષ્ટ્રગીત વગાડ્યું. પીસીબીની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
PCB ની ભારે ટીકા
આ પ્રકારની ભૂલ માટે પાકિસ્તાનના આયોજકોની ઈન્ટરનેટ પર ભારે ટીકા થઈ રહી છે. મેચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ડિફેન્ડિંગ વનડે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે પ્રયત્નશીલ રહેશે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પસંદ કરી બોલિંગ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાનું પેસ આક્રમણ સંપૂર્ણપણે નબળું લાગે છે. પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્કની ફેમસ ત્રિપુટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સિવાય ઓલરાઉન્ડર મિચેલ માર્શ, કેમેરન ગ્રીન અને માર્કસ સ્ટોઈનિસ પણ ટીમમાં રહેશે નહીં, જેમને ટુર્નામેન્ટ માટે પ્રારંભિક ટીમમાં સમાવેશ કર્યા પછી અચાનક આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ઓસ્ટ્રેલિયા: મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વોર્શિસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, સ્પેન્સર જોહ્ન્સન.
ઈંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.


