- યુરોપના સૌથી મોટા ટેક્સ કૌભાંડમાં ભારતીયનું નામ
- બેંકે નોકરીમાંથી કાઢી મૂકતા પોતાની કંપની ચાલું કરી
- તપાસ એજન્સી કરી રહી છે ઊંડી તપાસ
કમ-એક્સમાં ભારતીય મૂળના બિઝનેસમેન સંજય શાહનું નામ પણ સામે આવી રહ્યું છે. જેને યુરોપનું સૌથી મોટું ટેક્સ કૌભાંડ કહેવામાં આવી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ‘કમ-એક્સ’ કૌભાંડ એટલું મોટું છે કે એકલા જર્મનીમાં 10 અબજ પાઉન્ડની કથિત છેતરપિંડી કરવામાં આવી છે. બીજી તરફ, બ્રિટન સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે અને એકલા લંડનમાં લગભગ 2000 બેન્કર્સ, બ્રોકર્સ અને ફંડ મેનેજર આ કૌભાંડના શંકાસ્પદોમાં સામેલ છે.
તપાસનો ધમધમાટ શરૂ
યુકે સ્થિત ફાઇનાન્શિયલ વેબસાઈટના અહેવાલ મુજબ, આ કૌભાંડની તપાસના ક્ષેત્રમાં બ્રિટનની બાર્કલેઝ બેંક, બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ, અમેરિકાની મોર્ગન સ્ટેનલી, ફ્રાન્સની BNP અને જાપાનની નોમુરાનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, ‘કમ-એક્સ’ કૌભાંડમાં જર્મનીમાં ઓછામાં ઓછા અડધો ડઝન કેસ નોંધાયા છે. તેવી જ રીતે બ્રિટન, બેલ્જિયમ, ડેનમાર્ક અને યુરોપના અન્ય ઘણા દેશો આ કૌભાંડની તપાસમાં એજન્સીઓ વ્યસ્ત છે.
સ્ટોક માલિકીની દાવો કરાયો
ટેક્સ સંબંધિત નીતિઓનો લાભ લઈને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ઘણા લોકોએ સમાન સ્ટોકની માલિકીનો દાવો કર્યો હતો. પછી ડિવિડન્ડ ટેક્સ પર રિફંડ લીધું, જ્યારે ટેક્સ માત્ર એક વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવ્યો હતો. અર્થતંત્રની ભાષામાં આને ‘ડબલ-ટિપિંગ’ વ્યૂહરચના કહેવામાં આવે છે. યુરોપિયન પાર્લામેન્ટ અનુસાર, આ કૌભાંડ વર્ષ 2001માં શરૂ થયું હતું અને જર્મનીએ તેને 2012માં પહેલીવાર પકડ્યું હતું. આ તપાસ શરૂ થયા બાદ યુરોપના અલગ-અલગ દેશોમાં આવા કૌભાંડો મળવા લાગ્યા. યુરોપિયન સંસદના અહેવાલમાં જણાવાયું છે કે, 2001 અને 2012 વચ્ચે 55 અબજ યુરોથી વધુનું કૌભાંડ થયું હતું. વાસ્તવિક રકમ ઘણી વધારે હોઈ શકે છે.
કોણ છે સંજય શાહ?
ભારતીય મૂળના બિઝનેસમેન સંજય શાહ એમ્સ્ટરડેમ સ્થિત રાબો બેંકમાં કામ કરતા હતા. બાદમાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ પછી નાનો ધંધો કર્યો. લગભગ 15 વર્ષ પહેલાં, તેમણે ‘ડિવિડન્ડ ટેક્સ લો’ સંબંધિત સેટઅપની સ્થાપના કરી અને ઝડપથી પ્રગતિની સીડી ચઢી. પછી ‘સી ટ્રેડિંગ’ કંપની શરૂ કર્યા પછી તેની આવકમાં નોંધપાત્ર વધારો થયો. લંડનથી ડેનમાર્ક, દુબઈ અને યુરોપના ઘણા દેશોમાં બિઝનેસ શરૂ કર્યો. 2015 પછી શાહની મુશ્કેલીઓ વધી. પહેલા ડેનમાર્કે તેની સામે તપાસ શરૂ કરી. ત્યારબાદ જર્મનીમાં તપાસ શરૂ થઈ. જે કૌભાંડમાં આ વ્યક્તિનું નામ સામે આવ્યું


