હૈદરાબાદના ફેન્સ IPL 2025ની બીજી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 23 માર્ચે દિવસની પહેલી મેચ 2024ની ફાઈનલિસ્ટ સનરાઈઝર્સ હૈદરાબાદ અને આઈપીએલની પહેલી સીઝન ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બંને ટીમો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.


