ઉત્તર અરબી સમુદ્રમાં MV લીલા નોર્ફોકના અપહરણના પ્રયાસને ભારતીય નૌસેનાના ઝડપી પ્રતિસાદ થકી ટાળી દેવામાં આવ્યો છે. ચાંચિયાઓ દ્વારા કેદ કરાયેલા તમામ 21 નાવિકો(15 ભારતીયો સહિત)ને સિટાડેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. નૌસેનાના કમાંડોઝ MARCOs દ્વારા જહાજ ને આંતરવા ને લીધે ચાંચિયાઓ ભાગી છૂટયા હોવાનું માનવામાં આવે છે. માર્કોસ કમાન્ડો એ સમગ્ર જહાજની તપાસ કરી અને હાઇજેકર્સની ગેરહાજરીની પુષ્ટિ થઈ ચૂકી છે.
ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરવાનો પ્રયાસ સંભવતઃ ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ ચેન્નાઇ દ્વારા બળપ્રયોગ ની ચેતવણી ને લીધે નાકામ રહ્યો અને ચાંચિયાઓ MV લીલા નોર્ફોકને છોડીને ભાગી છૂટયા.
હાલ માં INS ચેન્નાઈ MV લીલા નોર્ફોક ની નજીક SAILING કરી રહ્યું છે અને INS ચેન્નાઇનાં નાવિકો નોરફોકનાં જનરેટર થકી વીજળી અને તે શિપના એન્જિન પાવરને પુનઃસ્થાપિત કરવા માટે સપોર્ટ આપી રહ્યા છે. નોરફોક જહાજે તેની આગામી બંદરે જવા માટે તેની સફર શરૂ કરી લીધી.


