- BCCI એ ટેસ્ટ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ માટે કરી જાહેરાત
- શમી – કિશનને પણ ના મળી ટીમમાં જગ્યા
- યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને તક મળી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો છે. જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને બહાર રાખવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પણ ટીમ ઈન્ડિયામાં સામેલ નથી. યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને તક મળી છે.
25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. ભારતે પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અનુભવી ઝડપી બોલર શમી ટીમનો ભાગ નથી. શમીએ વર્લ્ડ કપ 2023 દરમિયાન ઘાતક બોલિંગ કરી હતી. તેમને તાજેતરમાં અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે તે ઇજાગ્રસ્ત હોવાના કારણે હજુ ટીમની બહાર છે.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wc), કે.એસ. ભરત (wc), ધ્રુવ જુરેલ (wc), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન.


